અમદાવાદ: MSME ધિરાણ (અતિ નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો)ને ધિરાણ આપવામાં કુશળતા ધરાવતી અગ્રણી ફાઇનાન્સ કંપની MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (MAS ફાઇનાન્શિયલ) (BSE: 540749, NSE: MASFIN)એ વર્ષ 2036 સુધી એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ₹ 1,00,000 કરોડ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાં સતત વૃદ્ધિને મુખ્ય પ્રેરકબળ બનાવીને જોખમને શક્ય એટલું ઓછું કરવા અને નફાકારકતા વધારવા સ્પષ્ટપણે ભાર મૂકવામાં આવ્યો છે. કંપની 31 ડિસેમ્બર, 2025 સુધી કુલ ₹ 14,641 કરોડની AUM ધરાવતી હતી.
કંપનીએ તાજેતરમાં રોકાણકારોની બેઠકનું આયોજન કર્યું હતું. તેમાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કમલેશ ગાંધીએ MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ માટે વિઝનઃ 2036 પ્રૂવન પર્ફોર્મન્સ, કમ્પાઉન્ડિંગ વિથ પ્રૂડેન્સ નામની ભવિષ્ય માટે કંપનીની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. આ વિશે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, MASએ છેલ્લા ત્રણ દાયકામાં અસરકારક કામગીરી કરી છે અને હવે કંપનીના લાંબા ગાળાના વિઝન સાથે સુસંગત રીતે ભવિષ્યની રૂપરેખા પ્રસ્તુત કરી છે.
આ બેઠકની મહત્વપૂર્ણ બાબતોમાં AI-સંચાલિત ધિરાણ પ્રક્રિયાનાં મૂલ્યાંકન સાથે સંકલિત કંપનીની BRE-સક્ષમ લોન ઓરિજિનેશન સિસ્ટમ (LOS)ની જીવંત પ્રસ્તુતિ સામેલ હતી. તેમાં MASની મજબૂત ઇન-હાઉસ ટેકનોલોજી ક્ષમતાઓ પણ દર્શાવવામાં આવી હતી. 50+ API ઇન્ટિગ્રેશન અને સંપૂર્ણપણે વિકસિત ઇન-હાઉસ ટેક સ્ટેક સાથે ટેકનોલોજી કંપનીની કામગીરીનાં હાર્દ તરીકે જળવાઈ રહેશે અને ભવિષ્યની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સક્ષમ પરિબળ બનશે.
આ ઉપરાંત MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડે ભાર મૂક્યો હતો કે, પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપ કંપનીમાં 51 ટકાથી વધારે હિસ્સો જાળવી રાખશે, જે તેમની લાંબા ગાળાની કટિબદ્ધતાને ફરી સૂચવે છે તથા સંકેત આપે છે કે, કંપનીની મોટા ભાગની વૃદ્ધિને આંતરિક સંચિત આવક મારફતે ફંડ પ્રદાન કરવાનું જાળવી રાખવામાં આવશે. અગાઉ પણ કંપનીએ વૃદ્ધિ માટે આ જ રીતે અપનાવી હતી.
કંપનીએ તેની વૃદ્ધિ માટે 20થી 25 ટકાનું ગાઇડન્સ કે સંભવિતતા પર ફરી ભાર મૂક્યો હતો, જેમાં એસેટની ગુણવત્તા અને નફાકારકતાને પ્રાથમિકતા આપી છે. સાથે સાથે, કંપનીએ ROA (એસેટ પર વળતર) 2.75 ટકાથી 3.00 ટકા અને ROE (ઇક્વિટી પર વળતર) 15 ટકાથી 17 ટકા વચ્ચે જાળવવાની વાત કરી હતી. આગામી વર્ષો માટે કંપનીની વૃદ્ધિ કરવા ચાવીરૂપ સેગમેન્ટ SME વર્ટિકલ, વ્હીલ્સ પોર્ટફોલિયો અને હાઉસિંગ પેટાકંપની બનશે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી છે.
MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ તમામ હિતધારકો માટે લાંબા ગાળે મૂલ્યનું સર્જન કરવા, કમ્પાઉન્ડ એટલે કે ચક્રવૃદ્ધિ અસરનો લાભ લેવાનો, મજબૂત ફંડામેન્ટલ પર કંપનીની કામગીરીને આગળ વધારવા અને ટેકનોલોજીથી સંચાલિત અમલીકરણ માટે શિસ્તબદ્ધ અને ઉચિત અભિગમ પ્રત્યે કટિબદ્ધ રહેશે.
MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કમલેશ ગાંધીએ કહ્યું હતું કે, “અમે આગામી દાયકામાં AUM (એસેટ અંડર મેનેજમેન્ટ) ₹1,00,000 કરોડનું સીમાચિહ્ન સર કરવાનું અમારું વિઝન સાકાર કરવા કે અમારો લક્ષ્યાંક પાર પાડવા કટિબદ્ધ છીએ, જે માટે અમે અમારા ત્રણ દાયકાની “અસરકારક કામગીરી”ના ટ્રેક રેકોર્ડનો ઉપયોગ કરી રહ્યાં છીએ તેમજ આગામી વર્ષોમાં “સમજણ સાથે ચક્રવૃદ્ધિ અસર”ને અજમાવી રહ્યાં છીએ. સાથે સાથે, અમે “ઉદ્દેશ સંચાલિત પ્રગતિથી આગેકૂચ” કરવા પ્રયાસો મારફતે ઉત્કૃષ્ટતા હાંસલ કરી રહ્યાં છીએ.
