UPI Transaction Charges:યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)થી પેમેન્ટ કરનારા લોકો માટે ખાસ માહિતી સામે આવી છે. લોકસભાએ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007(Payment And Settlement System Act 2007)માં સુધારા દર્શાવતા બિલને મંજૂરી આપી દીધી છે.
આ સુધારા બાદ સરકાર બેંકો તથા પેમેન્ટ સર્વિસ (Payment Service) આપતી કંપનીઓને UPI જેવા ડિજિટલ પેમેન્ટ(Digital Payment) પર charges લગાવવાની મંજૂરી આપી શકે છે. અત્યારે તે UPI પેમેન્ટ પર કોઈ જ પ્રકારના મર્ચરન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR લગાવવામાં આવતા નથી.
UPI ચાર્જીસ લાગુ કરવાનો માર્ગ મોકળો
લોકસભામાં પસાર કરવામાં આવેલા બિલમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007ની વર્તમાન જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યારે આ કાયદા અંતર્ગત કેટલાક નિયત ઈલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમો પર બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર ચાર્જ લઈ શકતા નથી. નવા ફેરફાર બાદ સરકારે એ બાબત નક્કી કરવાનો અધિકાર મળી શકે છે કે ડિજિટલ પેમેન્ટ માધ્યમો પર ચાર્જ લગાવી શકાય છે. ટૂંકમાં નજીકના ભવિષ્યમાં UPI ચાર્જ લગાવવા કાયદાકીય માર્ગ ખુલી શકે છે.
અત્યારે સરકારે UPI પર કોઈ ચાર્જ લાગુ નથી કર્યો
અત્યારે UPI મારફતે પેમેન્ટ કરવા પર ગ્રાહકો પાસેથી કોઈ જ ચાર્જ લેવામાં આવતો નથી. જ્યારે RTGS અને NEFT જેવા અન્ય કેટલાક બેન્કિંગ માધ્યમોમાં સર્વિસ ચાર્જ લેવામાં આવે છે.UPIને અત્યાર સુધી કોઈ ચાર્જની વસૂલાતથી બહાર રાખવામાં આવેલ છે. નવા ફેરફાર બાદ સરકાર પાસે ડિજિટલ પેમેન્ટ માટે ચાર્જ સિસ્ટમ નક્કી કરવાનો વિકલ્પ હશે.
