5 kg LPG Cylinder Sales: 5 કિલો LPG સિલિન્ડરનું વેચાણ 1 લાખને પાર, PNGનો વ્યાપ પણ વધ્યો, સરકારે Supplyમાં કર્યો વધારો

દૈનિક ધોરણે તે એક લાખથી પણ વધારે થાય છે. સરકાર દ્વારા સ્થળાંતરિક શ્રમિકો અને ઓછી આવક ધરાવતા વર્ગો સુધી તેનો સપ્લાઈ વધારવામાં આવી રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 12 Apr 2026 08:33 PM (IST)Updated: Sun 12 Apr 2026 08:36 PM (IST)
sales-of-5-kg-lpg-cylinders-cross-one-lakh-png-penetration-also-increases-726928

5 kg LPG cylinder Sales:ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની ચિંતા વચ્ચે દેશમાં Gasના પુરવઠાને લઈ કોઈ અવરોધ ન સર્જાય તે માટે 5 કિલો વજન ધરાવતા LPG સિલિન્ડરોનો સતત પુરવઠો વધારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સરકાર તરફથી સતત પાઈપથી ગેસ સપ્લાઈ એટલે કે PNG નો વ્યાપ પણ વધારવામાં આવી રહ્યો છે.

ગત 23મી માર્ચથી અત્યાર સુધીમાં 5 કિલો વજનના 13 લાખથી વધારે LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવી ચુક્યું છે. દૈનિક ધોરણે તે એક લાખથી પણ વધારે થાય છે. સરકાર દ્વારા સ્થળાંતરિક શ્રમિકો અને ઓછી આવક ધરાવતા વર્ગો સુધી તેનો સપ્લાઈ વધારવામાં આવી રહ્યો છે.

4.24 લાખ PNG કનેક્શન આપવામાં આવ્યા (4.24 lakh PNG connections)
દરમિયાન આ સમય ગાળા દરમિયાન આશરે 4.24 લાખથી વધારે નવા PNG Connection આપવામાં આવ્યા છે. જ્યારે આશરે ત્રીસ હજારથી વધારે ગ્રાહકોને LPG કનેક્શન પરત કરી PNG અપનાવેલ છે. છેલ્લા છ સપ્તાહથી જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેની વૈશ્વિક એનર્જી સપ્લાઈ પર વિપરીત અસર થઈ છે.

ભારત તેની જરૂરિયાતનો મોટાભાગનો હિસ્સો આયાત પર આધાર રાખે છે. 40 ટકા ગેસ તતા 85-90 ટકા LPG પશ્ચિમ એશિયામાંથી આયાત કરવી પડે છે. જેને લીધે ભારત માટે એનર્જી સપ્લાઈ મુશ્કેલ બની રહ્યો છે. જોકે ક્રુડ ઓઈલના સપ્લાઈ માટે સરકાર સતત નવા સ્રોતો તપાસી રહી છે.

કોમર્શિયલ LPG સિલિન્ડરની શુ પરિસ્થિતિ છે (Commercial LPG Cylinder)
સરકારે ઘરેલુ ગ્રાહકો માટે LPG સપ્લાઈને પ્રાથમિકતા આપી છે અને હોટેલો તથા રેસ્ટોરેન્ટો જેવા વાણિજ્ય ગ્રાહકો માટે જે સપ્લાઈ આપવામાં આવે છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મુશ્કેલ સમય અગાઉ એટલે કે ફેબ્રુઆરીમાં આશરે 77 હજાર સિલિન્ડરનું વેચાણ થયું હતું, જ્યારે છેલ્લા 2-3 સપ્તાહમાં તે એક લાખથી ઉપર થઈ ગયા હતા. જોકે ઘરેલુ LPG સપ્લાઈની સ્થિતિ સ્થિર છે. 11 એપ્રિલ સુધીમાં તો 52 લાખથી વધારે સિલિન્ડર ડિલિવર કરવામાં આવેલા હતા.