Ardee Industries Limited IPO:આર્દી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેનો રૂપિયા 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરોનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 5 ઓગસ્ટ 2026ના રોજ ખોલવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગ તારીખ એ ભરણું ખુલવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે 4 ઓગસ્ટ 2026 રહેશે.કંપનીની આ ઓફર 7 ઓગસ્ટ, 2026ના રોજ બંધ થશે.
આ ઓફર માટે રૂપિયા 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ રૂપિયા 50થી રૂપિયા 53 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 281 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 281 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ્સ લગાવી શકશે.
આ ઓફરમાં રૂપિયા 320 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તેમજ અમુક પ્રમોટર વેચાણકર્તા શેરધારકો દ્વારા કુલ 1,99,75,000 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. તેમાં સંદીપ અગ્રવાલ દ્વારા રૂપિયા 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા 99,87,500 સુધીના ઇક્વિટી શેર અને નિકુંજ અગ્રવાલ દ્વારા રૂપિયા 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા 99,87,500 સુધીના ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે.
કંપનીના ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા(NSE) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.આ ઓફર્સા બુક રનિંગ લીડ મેનેજર્સ પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે.
જો એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં પૂરતું સબ્સ્ક્રીપ્શન ન મળે અથવા ફાળવણી ન થાય તો બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે. ઉપરાંત નેટ ક્યુઆઈબી હિસ્સામાંથી 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે. એ શરતે કે ઓફર ભાવ અથવા તેનાથી વધુ ભાવે માન્ય બિડ્સ પ્રાપ્ત થાય. નેટ ક્યુઆઈબી હિસ્સાનો બાકીનો ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી રોકાણકારોને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે.
