Muthoot Finance Share Fall: ગોલ્ડ સામે ધિરાણ સુવિધિ પૂરી પાડતી મુથૂટ ફાયનાન્સના શેર (Muthoot Finance Share Price) શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે 11.5% ગગડી ગયા હતા.કંપનીના શેર ઈન્ટ્રા-ડે લો રૂપિયા 3,553.40 બોલાઈ ગયો હતો.
અલબત કંપનીનએ ત્રીજા ત્રિમાસિક ગાળામાં શાનદાર પરિણામો રજૂ કર્યાં હતા અને ચોખ્ખો નફો બે ગણો થઈ રૂપિયા 2,656 કરોડ થયો છે,જે એક વર્ષ અગાઉ રૂપિયા 1,363 કરોડ હતો. તેના નફાને પ્રોવિઝનમાં 47 ટકાના ઘટાડાનો સપોર્ટ મળ્યો, જે રૂપિયા 111 કરોડ થઈ ગઈ છે.
શું આ સ્ટોક ખરીદવો જોઈએ કે નહીં?
બ્રોકરેજ ફર્મ જેફરીઝે મજબૂત Q3 પ્રદર્શનને ટાંકીને રૂપિયા 4,750ના લક્ષ્યાંક ભાવ સાથે સ્ટોક પર BUY રેટિંગ જાળવી રાખ્યું છે. તેણે જણાવ્યું હતું કે સ્ટેન્ડઅલોન AUM વાર્ષિક ધોરણે 51% વધ્યો હતો પરંતુ લોન-ટુ-વેલ્યુ રેશિયો ઓછો હોવાને કારણે તે અપેક્ષા કરતાં થોડો ઓછો હતો.
AUM અને ક્રેડિટ ખર્ચની તુલનામાં સંચાલન ખર્ચ અપેક્ષા કરતા વધુ સારા હતા. બ્રોકરેજ માને છે કે મજબૂત સોનાના ભાવ, સારો LTV બફર અને સરળ શાખા વિસ્તરણ નિયમો મજબૂત AUM વૃદ્ધિને ટેકો આપશે.
9 મહિનામાં 100% વધ્યો મુથૂટ ફાયનાન્સનો શેર
મુથૂટ ફાઇનાન્સ(Muthoot Finance)ના શેર 9 મહિનામાં 100% વધ્યા છે. ગોલ્ડ લોન કંપની મુથૂટ ફાઇનાન્સના શેર છેલ્લા 9 મહિનામાં 100% વધ્યા છે. 20 મે, 2025ના રોજ મુથૂટ ફાઇનાન્સના શેર રૂપિયા 2030.90 પર હતા. 12 ફેબ્રુઆરી, 2026ના રોજ કંપનીના શેર રૂપિયા 4069 પર બંધ થયો હતો.
છેલ્લા 6 મહિનામાં મુથૂટ ફાઇનાન્સના શેરમાં 60% થી વધુનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 5 દિવસમાં ગોલ્ડ લોન કંપનીના શેરમાં 15% થી વધુનો વધારો જોવા મળ્યો છે. મુથૂટ ફાઇનાન્સના શેરનો 52-અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ રૂપિયા 4149 છે. કંપનીનો 52-અઠવાડિયાનો નીચો ભાવ રૂપિયા 1964.35 છે.
