Dhoot Transmission IPO:ધૂત ટ્રાન્સમિશનનું જાહેર ભરણું 10-12 ઓગસ્ટ ખુલ્લુ રહેશે, શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂપિયા 829-871 નક્કી થઈ

નાણાકીય વર્ષ 2026 માટે કંપનીની ડાઇલ્યુટેડ EPS આધારે પ્રાઈઝ ટુ અર્નિંગ રેશિયો એટલે કે PE પ્રાઈઝ બેન્ડના નીચલા સ્તરે 33.98 ગણો તથા ઉપરના સ્તરે 35.70 ગણો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 05 Aug 2026 07:10 PM (IST)Updated: Wed, 05 Aug 2026 07:10 PM (IST)
dhoot-transmission-limited-will-open-form-10-august-to-12-august-2026

Dhoot Transmission Limited IPO:ધૂત ટ્રાન્સમિશન લિમિટેડ(Dhoot Transmission Limited)નું પ્રારંભિક જાહેર ભરણું(IPO) આગામી 10 ઓગસ્ટથી 12 ઓગસ્ટ,2026 દરમિયાન ખુલ્લું રહેશે. અલબત એન્કર ઈન્વેસ્ટર્સ માટે 7 ઓગસ્ટ 2026ના રોજ એક દિવસ માટે આ જાહેર ભરણું બિડિંગ માટે ખુલ્લુ રહેશે.

રૂપિયા 2ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર માટે કંપની દ્વારા ફ્લોર પ્રાઈઝ રૂપિયા 829 અને કેપ પ્રાઈઝ રૂપિયા 871 નક્કી કરવામાં આવી છે. એટલે કે શેરની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 829-871 નક્કી કરવામાં આવી છે. આમ ફ્લોર પ્રાઇસ અને કેપ પ્રાઇસ અનુક્રમે ઈક્વિટી શેરની ફેસ વેલ્યુના 414.50 ગણી અને 435.50 ગણી છે.રોકાણકારો ઓછામાં ઓછા 17 ઈક્વિટી શેર અને ત્યારબાદ એટલા જ શેર એટલે કે 17 શેરના ગુણાંકમાં અરજી કરી શકશે.

નાણાકીય વર્ષ 2026 માટે કંપનીની ડાઇલ્યુટેડ EPS આધારે પ્રાઈઝ ટુ અર્નિંગ રેશિયો એટલે કે PE પ્રાઈઝ બેન્ડના નીચલા સ્તરે 33.98 ગણો તથા ઉપરના સ્તરે 35.70 ગણો છે. જ્યારે આ સેક્ટરની અન્ય કંપનીઓનો સરેરાશ PE રેશિયો 55.31 ગણો છે.ધૂત ટ્રાન્સમિશન લિમિટેડ કર્મચારીઓ માટે અનામત રાખેલા હિસ્સા અંતર્ગત બિડ કરવાની યોગ્યતા ધરાવતા કર્મચારીઓને દરે ઈક્વિટી શેરદીઠ રૂપિયા 80 ડિસ્કાઉન્ટ આપશે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન નેટવર્થ પર સરેરાશ વેઈટેડ રિટર્ન 27.06 ટકા જેટલું છે.

આ ઓફરમાં રૂપિયા 1400 કરોડ સુધીના ફ્રેશ ઈક્વિટી શેર ઈશ્યુનો સમાવેશ થાય છે, તેમ જ શેરધારકો દ્વારા કૂલ 1,91,37,602 ઈક્વિટી શેર ઓફર ફોર સેલ(OFS)નો સમાવેશ થાય છે. આ OFSમાં પ્રમોટર શેરહોલ્ડર BC Asia Investments XV Limited 16,018,769 ઈક્વિટી શેર અને અન્ય એક પ્રમોટર શેરહોલ્ડર મંગલમ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ 3,118,833 ઈક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે.

કંપનીના ઈક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.