Gaudium IVF IPO: અગ્રણી કંપની ગૌડિયમ IVF એન્ડ વિમેન હેલ્થ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 20મી ફેબ્રુઆરી 2026ના રોજ ખુલશે અને 24મી ફેબ્રુઆરી 2026ના રોજ બંધ થશે. કંપનીએ રૂપિયા 5 ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર માટે રૂપિયા 75થી રૂપિયા 79 પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે.
અલબત એન્કર ઈન્વેસ્ટર્સ માટે આજે એટલે કે ગુરુવારે 19મી ફેબ્રુઆરી 2026ના રોજ એક દિવસ માટે બિડીંગ માટે આ ભરણું ખુલ્લુ રહ્યું હતું. નાના રોકાણકારો ઓછામાં ઓછા 189 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 189 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.
કંપની દ્વારા ઓફર કરવામાં આવતા જાહેર ભરણામાં 1,13,92,500 ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યુ તથા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર દ્વાા 94,93,700 ઈક્વિટી શેર માટે ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ઓફર પ્રમાણે કંપની તેના ઈક્વિટી શેરનુ બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ખાતે લિસ્ટીંગ કરાવવાની યોજના ધરાવે છે. સારથી કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.
ગૌડિયમ IVF એન્ડ વિમેન હેલ્થ લિમિટેડ એ જાહેર ભરણાંમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ(QIB) માટે 50 ટકાથી વધારે ન હોય એટલા શેર, નોન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ(NII) માટે 15 ટકાથી વધુ નહીં તથા રિટેલ ઈન્વેસ્ટર્સ મટે 35%થી ઓછા ન હોય એ રીતે રિઝર્વ રાખ્યા છે.
નવા ઈશ્યુથી પ્રાપ્ત થનારા મૂડી ભંડોળથી સમગ્ર દેશમાં 19 નવા IVF સેન્ટર ખોલવા માટે રૂપિયા 5 કરોડની મૂડીગત ખર્ચ પૂરા કરવામાં આવશે. આ ઉપરાંત રૂપિયા 20 કરોડ દેવાની પરત અથવા આંશિક ચુકવણી માટે ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત કંપની તેના સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશો માટે પણ ભંડોળનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
