UpdatedIST

IT Shares Crash: ઈન્ફોસિસ, TCS, વિપ્રો સહિતની IT કંપનીના શેરોમાં ભયાનક મંદી; AI સહિત આ ત્રણ કારણોથી IT સેક્ટર ધરાસાઈ થયું

ભારતીય IT કંપનીના શેરોમાં જે મંદી આવી છે તેની પાછળ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ-AI ને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 12 Feb 2026 04:15 PM (IST)Updated: Thu 12 Feb 2026 04:15 PM (IST)
it-companies-stocks-infosys-tcs-wipro-tumble-it-sector-collapsing-due-to-these-three-reasons-including-ai-690587
HIGHLIGHTS
  • TCS રૂપિયા 157.50 એટલે કે 5.41 ટકા ગગડી રૂપિયા 2751.90ના છેલ્લા એક વર્ષના તળિયે પહોંચ્યો
  • અમેરિકામાંથી જે મંદીના સંકેત મળી રહ્યા છે તેની પણ IT સેક્ટર પર અસર થઈ રહી છે

IT Shares Crash: ભારતીય શેરજારમાં IT સેક્ટરના શેરો સતત ભારે મંદીથી ઘેરાઈ ગયા છે. ઈન્ફોસિસ, વિપ્રો, TCS જેવી દેશની દિગ્ગજ કંપનીઓના શેરોના ભાવ આજે છેલ્લા 52 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શી ગયા છે. IT ઈન્ડેક્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

અલબત ભારતીય IT કંપનીના શેરોમાં જે મંદી આવી છે તેની પાછળ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ-AI ને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. અલબત આ માટે ત્રણ મુખ્ય કારણ જવાબદાર છે.

શા માટે IT કંપનીના શેરો ક્રેશ થયા
આ મંદી પાછળ ત્રણ મુખ્ય કારણ જવાબદાર છે. એક-IT સેક્ટરમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લીધે જે ભારે દબાણની સ્થિતિ જોા મળી રહી છે. અમેરિકામાં JP મોર્ગન, બેન્ક ઓફ અમેરિકા જેવી કંપનીઓ તથા સોફ્ટવેર ધરાવતી સેલ્સફોર્સ, ઈન્યુટ જેવ કંપનીના શેરોમાં મંદીની અસર જોવા મળી છે. હવે લોકોને એ ડર છે કે ક્યાંક AI જૂના મોડેલ ITનો ખેલ ક્યાંક બગાડી ન દે.

બીજ કારણ અમેરિકાના અર્થતંત્રમાં સતત નબળી સ્થિતિ અને વ્યાજ દરોમાં ઘટાડા અંગેની ચિંતા. જાન્યુઆરીમાં જે નોનફાર્મ પેરલ જોબ્સ 1.30 લાખ આવી છે તે અંદાજ કરતાં ઘણી વધારે છે. બેરોજગારી 4.3 ટકા છે અને હવે શુક્રવારે જે ફુગાવાના આંકડા જાહેર થશે તેના પર US ફેડરલ રિઝર્વ સહિત રોકાણકારોની નજર રહેશે, કારણ તે વ્યાજ દરો અંગે નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ત્રીજુ મહત્વનું કારણ US ડોલરની મજબૂતી છે. મજબૂત જોબ ડેટા બાદ ડોલર ઈન્ડેક્સ 97 નજીક પહોંચી ગયો છે, જેને પગલે વ્યાજ દરોમાં ઘટાડો થવાની આશા પર જાણી પાણી ફરી રહ્યું છે. તેને લીધે IT કંપનીઓ પર દબાણ વધ્યું છે, કારણ કે ડોલર મજબૂત થવાી નિકાસકર્તા કંપનીઓનો નફો ઘટી રહ્યો છે.

IT શેરોમાં કેટલ ઘટાડો થયો
ઈન્ફોસિસ રૂપિયા 85.20 એટલે કે 5.79 ટકા ઘટી રૂપિયા 1,387.20, TCS રૂપિયા 157.50 અથવા 5.41 ટકા ગગડી રૂપિયા 2751.90 અને વિપ્રો રૂપિયા 10.85 અથવા 4.72 ટકા ગગડી રૂપિયા 218.90 રહ્યા હતા. IT ઈન્ડેક્સ 2,222.09 પોઇન્ટ અથવા 5.40 ટકા ગગડી 38,889.93 રહ્યો છે.