Anthropic AI Model And IT Sector: ભારતીય શેરબજારમાં શુક્રવારે તેજીમય માહોલ ભલે જોવા મળ્યો હોય પણ IT સેક્ટરના શેરોમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. Antropicના નવા AI મોડેલ Mythosની જાહેરાતને પગલે ટેકનોલોજી કંપનીના શેરોમાં ભારે દબાણ રહ્યું. તેની અસર એટલી વ્યાપક હતી કે Nifty IT ઈન્ડેક્સ આશરે 3 ટકા ગગડી ગયો હતો અને દિગ્ગજ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળતી હતી.
Coforge 3.5 ટકા જ્યારે Mphasis આશરે 3 ટકા તૂટ્યા હતા. આ ઉપરાંત LTIMindtree, HCL Tech, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના શેર અનુક્રમ 2.25 ટકા સુધી ગગડયા હતા.
Nifty IT Indexમાં લગભગ મોટાભાગની શેરોમાં ભારે ધોવાણ રહ્યુ હતું. Infosys, TCS જેવી દિગ્ગજ કંપનના શેરોમાં ઈન્ટ્રા-ડેમાં આશરે 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કોફોર્જ જેવી કંપનીના શેરોમાં પણ ભારે મંદીની અસર રહી હતી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે Infosysના શેરનો ભાવ રૂપિયા 39.15 એટલે કે 2.94 ટકા તૂટી રૂપિયા 1,292.35, TCS રૂપિયા 63.40 અથવા 2.45 ટકા ગગડી રૂપિયા 2,524.35 રહ્યા હતા.
Mythos Model શું છે
Anthropic નું નવું AI Model Mythos ખાસ કરીને સાઈબર સિક્યોરિટી અને કોડિંગ માટે તૈયાર કરવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે આ મોડેલ ભૂલોની ઓળખ કરવા તથા તેને ઠીક કરવામાં માનવી તથા જૂની સિસ્ટમની તુલનામાં વધારે ઝડપી તથા ચોક્કસાઈ ધરાવે છે. હવે આ કંપનીઓ કોડિંગ, સિક્યોરિટી તથા અનેક ટેકનિકલ કામ AI થી કરી શકે છે, જેથી આઉટસોર્સિંગની માંગ ઓછી થઈ શકે છે.
તેને લીધે રોકાણકારોમાં ડરનો માહોલ જોવા મળે છે તથા IT શેરોમાં વેચવાલીનું ભારે દબાણ રહ્યુ છે. અત્યારે તો પ્રોજેક્ટ ગ્લાસિંગ અંતર્ગત મર્યાદિત Partner જેવા કે Google, Mircrosoft તથા એનવીડિયાની સાથે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
તો હવે ઈન્ડસ્ટ્રીઝને લઈ કેવા સંકેત મળી રહ્યા છે
બજારના નિષ્ણાતોનું માનવું છે કે AIનો જે ઝડપથી વ્યાપ વધી રહ્યો છે તેને લીધે IT સેક્ટર માટે પડકારો તથા નવી તકો બન્ને છે. જે કંપનીઓ ઝડપભેર AI અપનાવશે તેઓ આગળ વધશે અને જે કંપનીઓ જૂની ટેકનોલોજી પર આધાર રાખશે તેને ભારે નુકસાન સહન કરવું પડશે.
