મોલબાયો ડાયગ્નોસ્ટિક્સનું જાહેર ભરણું 10મી ઓગસ્ટ 2026ના રોજ ખુલશે, શેરદીઠ રૂપિયા 768-807 પ્રાઈઝ બેન્ડ નક્કી થઈ

મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડનું IPO 10 ઓગસ્ટ 2026ના રોજ ખુલશે અને 12 ઓગસ્ટ 2026 સુધી ચાલશે. શેરદીઠ રૂપિયા 768-807ની પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે, જેમાં ફ્રેશ ઈશ્યૂ અને OFSનો સમાવેશ થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 06 Aug 2026 07:39 PM (IST)Updated: Thu, 06 Aug 2026 07:39 PM (IST)
molbio-diagnostics-limited-initial-public-offering-to-open-on-august-10-2026

Molbio Diagnostics Limited IPO: મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 10મી ઓગસ્ટ 2026થી 12 ઓગસ્ટ 2026 સુધી ખુલ્લુ રહેશે. રૂપિયા 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર્સની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 768થી રૂપિયા 807 નક્કી કરવામાં આવી છે.

એન્કર ઈન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ એક દિવસ માટે એટલે કે 7 ઓગસ્ટ 2026ના રોજ એક દિવસ માટે છે. રિટેલ રોકાણકારો 18 શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. આ ઓફરમાં રૂપિયા 2,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો દ્વારા 91,66,000 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. 

કંપનીના ઇક્વિટી શેરોને બીએસઈ લિમિટેડ(BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) પર લિસ્ટ કરવાની દરખાસ્ત ધરાવે છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) છે. 

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ(BRLMs) છે.