UpdatedIST

Omnitech IPO: ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડનું જાહેર ભરણું 25થી 27 ફેબ્રુઆરી સુધી ખુલ્લુ રહેશે, શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂપિયા 216-227 નક્કી થઈ

ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડના જાહેર ભરણા માટે ઓછામાં ઓછા 66 ઈક્વિટી શેર અને ત્યારબાદ એટલા જ એટલે કે 66 ઈક્વિટી શેરના ગુણાંકમાં અરજી કરવાની રહેશે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 21 Feb 2026 10:48 PM (IST)Updated: Sat 21 Feb 2026 10:48 PM (IST)
omnitech-engineering-limiteds-initial-public-offering-to-open-on-february-25-696411

Omnitech Engineering IPO: ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) આગામી 25 ફેબ્રુઆરી 2026ના રોજ ખુલશે અને 27મી ફેબ્રુઆરી 2026ના રોજ બંધ થશે. કંપનીએ રૂપિયા 5ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેરદીઠ રૂપિયા 216-227 પ્રાઈઝ બેન્ડ નક્કી કરી છે. અલબત કંપનીએ એમ્પ્લોઈઝ રિઝર્વ પોર્શનમાં બિડિંગ કરતાં યોગ્યતા ધરાવતા કર્મચારીઓ માટે ઈક્વિટી શેરદીઠ રૂપિયા 11 ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરેલી છે.

ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડના જાહેર ભરણા માટે ઓછામાં ઓછા 66 ઈક્વિટી શેર અને ત્યારબાદ એટલા જ એટલે કે 66 ઈક્વિટી શેરના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. કંપનીનો IPO એન્કર ઇન્વેસ્ટર માટે 24 ફેબ્રુઆરી 2026 એટલે કે એક દિવસ માટે ખુલ્લો રહેશે. આ ઓફરમાં રૂપિયા 418 કરોડ સુધીના ફ્રેશ ઈક્વિટી શેર તથા વર્તમાન શેરધારકો, ઉદયકુમાર અરુણકુમાર પારેખ દ્વારા રૂપિયા 165 કરોડની કિંમત સુધીના શેર વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

કંપની હાઇ પ્રિસિઝન એન્જિનિયર્ડ ઘટકો અને એસેમ્બલીઓના મુખ્ય ઉત્પાદકોમાંની એક છે જે એનર્જી, મોશન કંટ્રોલ અને ઓટોમેશન, ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ સિસ્ટમ્સ, મેટલ ફોર્મિંગ અને અન્ય વૈવિધ્યસભર ઔદ્યોગિક એપ્લિકેશનો જેવા ઉદ્યોગોમાં વૈશ્વિક ગ્રાહકોને સપ્લાય કરે છે. 19 વર્ષના અનુભવ સાથે કંપની હાઇ એન્જિનિયર્ડ પ્રિસિઝન મશીનવાળા ઘટકો અને એસેમ્બલીઓનું ઉત્પાદન કરે છે જેનો ઉપયોગ મુખ્યત્વે સેફ્ટી-ક્રિટિકલ એપ્લિકેશનોમાં થાય છે.

ઇકરા રિપોર્ટ મુજબ કંપની ઓળખાયેલા પીઅર સેટમાં હાઇ પ્રિસિઝન એન્જિનિયર્ડ ઘટકો અને એસેમ્બલીના ભારતના સૌથી ઝડપથી વિકસતા ઉત્પાદકોમાંની એક છે.કંપની તેની ઈક્વિટી શેરોનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ખાતે લિસ્ટીંગ કરાવવાની યોજના ધરાવે છે.ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને ICICI સિક્યોરિટીઝ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) છે.