NSE Co Location Settlement:NSEને IPO અગાઉ તમામ કેસ સેટલ કરવા SEBIએ રૂપિયા 1491 કરોડમાં મંજૂરી આપી દીધી, હવે જાહેર ભરણા માટે માર્ગ મોકળો

આ નિર્ણયની સાથે જ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જના લાંબા સમયથી અટવાઈ પડેલા પ્રારંભિક જાહેર ભરણા (IPO)નો માર્ગ હવે લગભગ સ્પષ્ટ થઈ ગયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 31 Jul 2026 04:01 PM (IST)Updated: Fri, 31 Jul 2026 04:01 PM (IST)
sebi-has-given-approval-to-nse-to-settle-all-cases-before-ipo-for-rs-1491-crore

Sebi NSE Co Location Settlement:સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સામે ચાલી રહેલા તમામ પડતર કેસોને બંધ કરવા માટે રૂપિયા 1,491.2 કરોડ સેટલમેન્ટ દરખાસ્ત સ્વીકારી લેવામાં આવી છે. કોઈ પણ સંસ્થા તરફથી અત્યાર સુધીની આ સૌથી મોટી સમજૂતી છે. આ નિર્ણયની સાથે જ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જના લાંબા સમયથી અટવાઈ પડેલા પ્રારંભિક જાહેર ભરણા (IPO)નો માર્ગ હવે લગભગ સ્પષ્ટ થઈ ગયો છે.

 

રૂપિયા 1,491.21 કરોડમાં થઈ ડિલ


શેરબજાર નિયમનકર્તા SEBIએ 30 જુલાઈ 2026ના રોજ એક અધિકૃત ઈમેલ મારફતે NSEને આપેલી માહિતીમાં પ્રમાણે તે ડીલને લગતી તમામ શરતો સ્વીકારવા તૈયાર છે. આ સેટલમેન્ટ ડિલ અંતર્ગત NSEને રૂપિયા 714.74 કરોડની વધારાની રકમની ચુકવણી કરવી પડશે. આ અગાઉ એક્સચેન્જ રૂપિયા776.47 કરોડ અગાઉથી જ SEBI સમક્ષ જમા કરાવી ચુકેલ છે, જેને કૂલ રૂપિયા 1,491.21 કરોડની સેટલમેન્ટ રકમમાં એડજસ્ટ કરવામાં આવશે.


સેટલમેન્ટ બાદ તમામ કેસ પાછા ખેંચાશે



લાઈવ મિંટના અહેવાલ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નું કહેવું છે કે આ રૂપિયા 1,491.21 કરોડની આર્થિક અસરની જોગવાઈ 31 માર્ચ 2026ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના નાણાકીય ખાતાઓ અગાઉથી જ કરી દેવામાં આવ્યા છે. આ સંજોગોમાં આ નિર્ણયથી વર્તમાન આર્થિક સ્થિરતા પર કોઈ નવા પરોક્ષ દબાણની સ્થિતિ સર્જાશે નહીં. કે જેને SEBI ઔપચારિક રીતે પતાવટ કરશે. સુપ્રીમ કોર્ટમાં પડતર સંબંધિત અરજીઓને પરત લેવામાં આવશે.


કો-લોકેશન અને ડાર્ક ફાઇબર વિવાદ શું છે?

કો-લોકેશન કેસમાં એવા આરોપો સામેલ હતા કે અમુક બ્રોકર્સને NSEના ટ્રેડિંગ સર્વરની ખૂબ નજીક તેમના સર્વર ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.તેને લીધે તેઓ સામાન્ય રોકાણકારો કરતા મિલિસેકન્ડ વહેલા માર્કેટ ડેટા ઍક્સેસ કરી શકતા હતા.તેને કારણે અયોગ્ય રીતે નાણાકીય લાભો થતા હતા.અન્ય એક પડતર કેસમાં ડાર્ક ફાઈબર વિવાદ હતો.જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અમુક ટ્રેડિંગ કંપનીઓને હાઈ-સ્પીડ નેટવર્ક ઍક્સેસ આપવામાં આવી હતી.આ આરોપોએ છેલ્લા એક દાયકામાં NSEને અનેક તપાસ સમિતિઓ, અપીલ ટ્રિબ્યુનલ અને કોર્ટ કાર્યવાહીમાં અટવાઈ ગયેલ છે.ગુરુવારની સમાધાનથી આ દાયકાથી ચાલી આવતી મડાગાંઠનો લગભગ અંત આવ્યો છે.