Share Market Crash: ગુરુવારના ઘટાડા પછી શુક્રવારે શેરબજાર (Stock Market Live Updates)ફરી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે IT શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. ઇન્ફોસિસ, TCS, HCL ટેક્નોલોજીસ, વિપ્રો ઘટ્યા છે. મિડકેપ શેરોમાં પણ નબળી સ્થિતિ જોવા મળી છે.
સતત બીજા દિવસે શેરબજારમાં ભારે મંદી વચ્ચે સેન્સેક્સ આજે 1,048 પોઇન્ટ ઘટી 82,627 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 336 પોઇન્ટ તૂટી 25,471 પર રહ્યા હતા. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે બજાર બિલકુલ નીચા સ્તર પર બંધ રહ્યું હતું.

સેક્ટર પ્રમાણે જોઈએ તો આજે બજારમાં તમામ સેક્ટરમાં મંદીનો વ્યાપ હતો. સૌથી વધારે દબાણ મેટલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં જોવા મળ્યો હતો. NSE નિફ્ટી પણ 336.1 પોઇન્ટ ગગડી 25,471.10 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પર સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરોમાં હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી એન્ટરપ્રાઈસિસના શેરનો સમાવેશ થતો હતો.
આ પણ વાંચો
જ્યારે સૌથી વધારે તેજી નોંધાવનાર શેરોમાં બજાજ ફાયનાન્સ, આઈશર મોટર્સ, SBI લાઈફ ઈન્શ્યોરન્સ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તથા સિપ્લામાં તેજીમય માહોલ જોવા મળ્યો હતો.
અમેરિકાના બજારમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે ડાઉ જોન્સ 669.42 પોઇન્ટ એટલે કે 1.34 ટકા ગગડીને 49,451.98 રહ્યા હતા. જ્યારે નાસડેકમાં સૌથી વધારે ઘટાડો થયો હતો, જે 469.32 પોઇન્ટ અથવા 2.03 ટકા તૂટી 22,597.15 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ 1.57 ટકા એટલે કે 108.71 પોઇન્ટ તૂટી 6,832.76 પર બંધ રહ્યા હતા.
ભારતીય રૂપિયો 5 પૈસા નબળો પડ્યો
અમેરિકાના ડોલર સામે શુક્રવારે ભારતીય રૂપિયા 5 પૈસા નબળો પડી 90.66 પર બંધ રહ્યો હતો. સતત વિદેશી ફંડોની વેચવાલી વચ્ચે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ જોવા મળે છે
