South Korea Market Crash:કોઈના ફ્લેટ ખરીદવાના પૈસા ડુબ્યા તો કોઈના લગ્ન માટે સાચવેલી બચતો, દક્ષિણ કોરિયાના શેરબજારમાં આવ્યો 34 ટકાનો કડાકો

દક્ષિણ કોરિયાના શેરબજારમાં છેલ્લા એક વર્ષમાં ભારે તેજી જોવા મળી હતી અને વિશ્વમાં સૌથી વધારે વળતર આપનાર શેરબજાર તરીકે ઉભરી આવ્યું હતું. જોકે તાજેતરની મંદી છતાં એક વર્ષમાં રિટર્નનું પ્રમાણ 71 ટકા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 30 Jul 2026 07:55 PM (IST)Updated: Thu, 30 Jul 2026 07:55 PM (IST)
while-the-money-to-buy-someones-flat-sank-the-savings-saved-for-someones-wedding-plunged-34-percent-in-the-south-korean-stock-market

South Korea Market Crash:દક્ષિણ કોરિયાના શેરબજારોમાં રોકાણકારોને પૈસા ડૂબી રહ્યા છે. એક મહિના અગાઉ રોકાણ પર મોટી કમાણી કરાવી આપનાર દક્ષિણ કોરિયાના શેરબજારમાં આજે રોકાણકારો દહેશતમાં આવી ગયા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એક મહિનામાં દક્ષિણ કોરિયાના શેરબજારમાં આવેલી ભયાનક મંદી છે. એક મહિનામાં દક્ષિણ કોરિયાનો કોસ્પીમાં 34 ટકાનો કડાકો આવ્યો છે.

દક્ષિણ કોરિયાના શેરબજારમાં છેલ્લા એક વર્ષમાં ભારે તેજી જોવા મળી હતી અને વિશ્વમાં સૌથી વધારે વળતર આપનાર શેરબજાર તરીકે ઉભરી આવ્યું હતું. જોકે તાજેતરની મંદી છતાં એક વર્ષમાં રિટર્નનું પ્રમાણ 71 ટકા છે. દક્ષિણ કોરિયામાં ચિપ બનાવતી બે કંપની Sk Hynix અને Samsung Electronicsનું સૌથી મોટું યોગદાન છે. હવે શેરબજારમાં ઘટાડામાં પણ આ બન્ને કંપનીનું મોટું યોગદાન છે.



ફોરેન ઈન્વેસ્ટર્સે Sk Hynix અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સમાં છેલ્લા એક વર્ષમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું હતું. આ બન્ને કંપનીના શેરમાં ભારે તેજી જોવા મળતી હતી. SK Hynixના શેર છેલ્લા એક વર્ષમાં 400 ટકા વધ્યો છે. સેમસંગ ઈલેક્ટ્રેનિક્સના શેરમાં 185 ટકા તેજી આવી છે. આ રિટર્ન તાજેતરના ઘટાડા છત્તા નોંધાયેલ છે.

SK Hynixના શેર છેલ્લા એક મહિનામાં 50 ટકા ગગડી ગયો છે. Samsung Electroniscના શેરમાં છેલ્લા એક મહિનામાં 38 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડાએ તે રિટેલ ઈન્વેસ્ટર્સને ભારે નુકસાન પહોંચાડ્યું છે. રોકાણકારો શેરબજારમાં તેજીનો લાભ લેવા તેમના જીવનભરની બચતો શેરબજારમાં રોકાણ કર્યું હતું. અનેક રોકાણકરોઓ સોશિયલ મીડિયા પર તેમની પીડા વ્યક્ત કરી રહ્યા છે. અનેક લોકો મકાન માટે તો કોઈ લગ્ન માટે રોકાણ પર સારા વળતરની અપેક્ષા રાખતા હતા.