Ola Electric Stock Price: ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી (Ola Electric Mobility)ના શેરોમાં વર્ષ 2026-2027ની શરૂઆતથી જ શાનદાર તેજી જોવા મળી રહી છે. કંપનીના શેરોની કિંમત રૂપિયા 22.80થી વધીને રૂપિયા 40.40 પહોંચી ગયા છે. એટલે કે આશરે 77 ટકાની તેજી જોવા મળી છે.
Ola Electric Stockમાં કેમ તેજી
બજારના નિષ્ણાતોનું માનવું છે કે Ola Electricના શેરમાં તેજી પાછળ કેટલા મુખ્ય કારણો છે. તેમાં EV(Electric Vehicles)ના વેચાણમાં વધારો, બેટરી તથા ગીગાફેક્ટરી સંબંધિત હકારાત્મક અપડેટ, EV સેગમેન્ટમાં મજબૂત સેન્ટીમેન્ટ તથા રોકાણકારોનો વધતો વિશ્વાસ સામેલ છે.
નિષ્ણાતોનું માનવું છે કે શેર ટેકનિકલ રીતે પણ મજબૂત જોવા મળી રહ્યો છે અને રૂપિયા 46 લેવલ પર બ્રેકઆઉટ નજીક છે.
ટેકનિકલ કયાં સંકેત મળી રહ્યા છે
વિશ્વેષકોનું માનવું છે કે Ola Electricના શેર 20,50 અને 100 EMAથી ઉપર નિકળી ગયો છે, જે ટ્રેડ રિવર્સલના સંકેત આપવામાં આવ્યા છે. જોકે RSI ઓવરબૉટ ઝોનમાં છે, જેથી શોર્ટ ટર્મામાં કન્સોલિડેશનની શક્યતા પણ છે. ટાર્ગેટ અને સપોર્ટ લેવલ અંગે વાત કરવામાં આવે તો શેરની કિંમત રૂપિયા 42થી ઉપર ટકે છે તો તે રૂપિયા 48થી રૂપિયા 52 સુધી જઈ શકે છે. જ્યારે અત્યારે રૂપિયા 36 અત્યારે સપોર્ટ લેવલ છે અને તેને રૂપિયા 32 પર મજબૂત સ્ટોપ-લોસ માનવામાં આવે છે.
