Edible Oil Prices Today:ખાદ્ય તેલના ભાવમાં સ્થિર વલણ;સીંગતેલ, કપાસીયા અને પામોલીનના આજના ભાવ જાણો

અમદાવાદ ખાતે ખાદ્ય તેલ તથા અન્ય તેલોની જાતો મર્યાદિત પૂછપરછ, માંગ-પુરવઠામાં એકંદરે ટકેલા વલણ વચ્ચે ભાવમાં પાંખી વધઘટનું હવામાન જોવા મળતું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 08 Apr 2026 11:50 PM (IST)Updated: Wed 08 Apr 2026 11:50 PM (IST)
stable-trend-in-edible-oil-prices-know-todays-prices-of-castor-oil-cottonseed-and-palm-oil-724338

Edible Oil Prices Today in Gujarat 8 April 2026:ખાદ્યતેલના ભાવમાં આજે સ્થિર વલણ રહ્યું હતું. સીંગતેલ, કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીમાં ગઈકાલની તુલનામાં આજે ભાવ સ્થિર રહ્યા હતા.

અમદાવાદ ખાતે ખાદ્ય તેલ તથા અન્ય તેલોની જાતો મર્યાદિત પૂછપરછ, માંગ-પુરવઠામાં એકંદરે ટકેલા વલણ વચ્ચે ભાવમાં પાંખી વધઘટનું હવામાન જોવા મળતું હતું.

સીંગતેલ (નવો ડબ્બો)નો આજનો ભાવ- Groundnut Oil Prices At Ahmedabad

અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2900, ઉપરમાં રૂપિયા 3150 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2850 રહ્યા હતા.

કપાસીયા તેલનો આજનો ભાવ - Cottonseed Oil Prices At Ahmedabad

અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2500 અને ઊંચામાં રૂપિયા 2650 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2700 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2180 રહ્યો હતો.

સનફ્લાવર તેલનો આજનો ભાવ- Sunflower Oil Prices At Ahmedabad

અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2450, કોપરેટ રૂપિયા 5100, સરસીયુ મોળું રૂપિયા 2430, સરસીયુ તીખુ રૂપિયા 2600 રહ્યા હતા.15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2700, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2400, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 800થી રૂપિયા 830 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 900થી રૂપિયા 920 વચ્ચે કામકાજ ધરાવતા હતા.