Tax Amendment Bill:લોકસભાએ ટેક્સેશન એન્ડ અધર લૉઝ (એમેન્ડમેન્ટ)બિલને આપી મંજૂરી; FDI, રોજગાર અને UPI પર શું પડશે અસર?

લોકસભાએ ટેક્સેશન એન્ડ અધર લૉઝ (એમેન્ડમેન્ટ) બિલ 2026 પસાર કર્યું, જેનો ઉદ્દેશ વિદેશી રોકાણ અને ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. આ બિલ ઓફશોર ફંડ્સ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે કરવેરા પ્રણાલીને સરળ બનાવી વ્યવસાયિક સરળતા વધારશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 06 Aug 2026 04:31 PM (IST)Updated: Thu, 06 Aug 2026 04:42 PM (IST)
tax-amendment-bill-2026-explained-how-lok-sabhas-new-law-impacts-fdi-jobs-and-upi-charges

Tax Amendment Bill 2026 Explained:લોકસભાએ ગુરુવારે ટેક્સેશન એન્ડ અધર લો(સુધારા) વિધેયક (Taxation and Other Laws (Amendment) Bill) 2026 પાસ કરી દીધુ છે. આ બિલનો ઉદ્દેશ વિદેશી રોકાણકારોને આકર્ષવાનો, ઘરેલુ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા, ટેક્સ સંબંધિત બાબતોમાં સુનિશ્ચિતતા લાવવા અને ઈનકમ-ટેક્સ(એમેંડમેન્ટ) ઓર્ડિનેન્સ 2026નું સ્થાન લેશે.

શા માટે ફેરફારો કરવામાં આવ્યા

સરકારની માહિતી પ્રમાણે આ ફેરફાર ભૂ-રાજકિય પરિસ્થિતિ અને વૈશ્વિક વ્યાપાર અને પ્લાઈ ચેઈનમાં જે અવરોધ આવી રહ્યો છે તેને ધ્યાનમાં રાખી રજૂ કરવામાં આવ્યો છે. આ ફેરફારોનો ઉદ્દેશ બાહ્ય આર્થિક પ્રતિકૂળ પરિસ્થિતિની અસર ઓછી કરવી, વૈશ્વિક પરિસ્થિત વચ્ચે સંબંધિત સેક્ટરોને ટેકો આપવો, ઘરેલુ આર્થિક સ્થિરતાને જાળવી રાખી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધારે યોગ્ય કરવાનો છે. 

નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સૂચિત દરખાસ્તનો ઉદ્દેશ પોલિસી અને પ્રોસેસને નિશ્ચિતતા પ્રદાન કરી ભારતને વૈશ્વિક કેપિટલ, મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસ માટે વધારે આકર્ષિત તથા વિશ્વાસપાત્ર જગ્યા બનાવવાનો છે.

કરવેરા વ્યવસ્થાને વધુ સરળ બનાવવામાં આવી

ટેક્સ મહત્વના ફેરફાર અંતર્ગત, યોગ્ય ઓફશોર ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને ફંડ મેનેજર માટે ટેક્સ સિસ્ટમને સરળ બનાવી છે. તેમાં નિયમોનું પાલન કરવાની જરૂરિયાતોને ઓછી કરવામાં આવે છે. આ સાથે જ ખોટા ઉપયોગ અને રાઉન્ડ-ટ્રિપિંગને અટકાવવાના ઉપાયોની યથાવત રાખવામાં આવ્યા છે. આ સાથે સરકારને આશા છે આ પગલાથી વધું સંખ્યામાં Globle Fund Manager ભારતમાં પોતાની કામગીરીને શરૂ કરવા માટે પ્રોત્સાહિત થશે.

UPI પેમેન્ટ

અત્યારે જ્યારે તમે UPI વડે ચુકવણી કરવા માટે ટેપ કરો છો અથવા તમારા RuPay કાર્ડને સ્વાઇપ કરો છો ત્યારે બેંક દુકાનદાર પાસેથી કોઈ વધારાનો ચાર્જ વસૂલતી નથી.આ એક નિયમને કારણે છે જે હાલમાં બેંકો અને ચુકવણી કંપનીઓને આ વ્યવહારો પર MDR - મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ - નામની કોઈ વસ્તુ વસૂલવાથી અવરોધે છે. UPI પર, 2020 થી તે ટોલ માફ કરવામાં આવ્યો છે, જે એક મોટું કારણ છે કે UPI આટલું મોટું અને આટલું ઝડપથી બન્યું.

દેશમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે

ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે આ કાયદો વિદેશી કંપનીઓને મળતી કરવેરા સંબંધિત છૂટ 31 માર્ચ 2041 સુધી લંબાવવામાં આવી છે. આ છૂટ એવી વિદેશી કંપનીઓ માટે છે કે જે ખાસ ઈલેક્ટોરનિક સામાન તૈયાર કરનારી ભારતીય કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને Capital Goods, Equipment અને ટૂલિંગ સપ્લાઈ કરે છે.

અગાઉ આ છૂટ વર્ષ 2030-2031 સુધી હતી. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક સામાનોની યાદીમાં લેપટોપ, ટેબલેટ, સર્વર, હિયરેબલ્સ, વિયરેબલ્સ અને તેની સાથે સંકળાયેલી એક્સેસરીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે.

REITs અને InvITs જેવા બિઝનેસ ટ્રસ્ટ માટે કાયદો

 REITs અને InvITs જેવા બિઝનેસ ટ્રસ્ટ માટે આ કાયદો એવા વર્તમાન નિયંત્રણોને દૂર કરે છે કે જે અંતર્ગત યુનિટ હોલ્ડર્સ (Unit Holders)ને મળનારા ડિવિડન્ડ પર ટેક્સ સંબંધિત કોઈ છૂટ મળતી ન હતી, જો સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ(SPV)ને નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરી હોય સાથે આ ઉપાયોગને રેવેન્યુ ન્યુટ્રલ બનાવવા માટે SPV લેવલ પર એક સંબંધિત લેવી પણ શરૂ કરવામાં આવી હોય છે.