Strait of Hormuz Option: હોર્મુઝને લઈ વિશ્વભરમાં જે ભારે એનર્જી કટોકટી સર્જાઈ છે અને તેને લીધે અમેરિકા તથા ઈરાન વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન અને ઓમાન વ્ચચે એક સાંકડો સમુદ્રી માર્ગ છે અને આ માર્ગ મારફતે વિશ્વના આશરે 20 ટકા ક્રુડ ઓઈલ અને ગેસનું પરિવહન થાય છે.
હવે ખાડી દેશો એક એવા વિકલ્પ પર કામ કરવા જઈ રહ્યા છે કે જેથી ઈરાનનો પ્રભાવ ઓછો કરી શકાય અને તેમનો બિઝનેસ સારી રીતે ચાલી શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટનો વિકલ્પ તૈયાર થઈ રહ્યો છે!
ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારોમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે ખાડી દેશો ઈરાનની વધતી શક્તિ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ હોર્મુઝ સ્ટ્રેટને કાપી નાખવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. જો આ ખાડી દેશોની યોજનાઓ સફળ થશે તો ઉર્જા બજારમાં ઈરાનનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થશે.
તેનાથી ઈરાનની યુનાઇટેડ સ્ટેટ્સ અથવા અન્ય કોઈપણ દુશ્મન દેશ સાથે વાટાઘાટો કરવાની ક્ષમતા પણ ખતમ થઈ જશે. જોકે ઈરાન પણ આ વાતથી વાકેફ છે. તેથી તે અન્ય વિકલ્પો પર પણ કામ કરી રહ્યું છે, જેથી તેની મુખ્ય લશ્કરી શક્તિ વધારવી છે.
ખાડી દેશો પાઈપલાઈન પ્રોજેક્ટ પર કામ કરી શકે છે
બ્લૂમબર્ગના એક અહેવાલ પ્રમાણે ઈરાન નજીકના જેટલા દેશો છે તેઓ અગાઉના યુદ્ધો તથા અનુભવોથી ઘણુબધુ શીખ્યા છે. તેને લીધે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરાબ અમીરાત (UAE) હવે હોર્મુઝમાંથી જહાજો મારફતે એનર્જી સ્રોતોનુ પરિવહન કરવાને બદલે કેટલીક બાઈપાસ પાઈપલાઈનો બિછાવવાની યોજના ધરાવે છે.
તે ભવિષ્યમાં કોઈ ઈમર્જન્સીની સ્થિતિમાં આ પાઈપલાઈ ઉપયોગી બને તે માટે આ દિશામાં કામગીરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. કુવૈત પણ આ વૈકલ્પિક પાઈપલાઈનોનું નિર્માણ કરવા માટે પડોશમાં આવેલા દેશો સાથે સહયોગ કરી શકે છે. આ ઉપરાંત ઈરાન પણ તુર્કીના માર્ગે ભૂમધ્ય સાગરના તટ પરથી તેનું ક્રુડ ઓઈલ પહોંચાડવા માટે પાઈપલાઈન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.
પાઈપલાઈનને લીધે હોર્મુઝનું મહત્વ ઘટી જશે
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો પાઈપલાઈન પ્રોજેક્ટ શરૂ થઈ જાય છે તો કેટલાક વર્ષોમાં જ આ ખાડી દેશોને હોર્મુઝની જરૂરિયાત ઓછી થઈ જશે અને ઈરાનથી પણ ડરવાની જરૂર પડશે નહીં. આ સંજોગોમાં ઈરાન ઈચ્છશે તો પણ વૈશ્વિક એનર્જી સપ્લાઈમાં કોઈ જ અવરોધ સર્જી શકશે નહીં.
આગામી પાંચ વર્ષમાં ફારસની ખાડીમાં અન્ય ઘણા બાઈપાસ પાઈપલાઈનનું નિર્માણ થઈ શકે છે. જેને લીધે હોર્મુઝનું વૈશ્વિકસ્તર પર મહત્વ ઘણુ ઘટી જશે.
તો શું પાઈપલાઈનોને લીધે તેનો અર્થ એવો નથી કે હોર્મુઝની જરૂરિયાત ખતમ થઈ જશે. હોર્મુઝને લીધે જેટલું ક્રુડ ઓઈલ અને LNG પસાર થાય છે તે પાઈપલાઈનોથી પરિવહન કરવામાં ઘણો સમય લાગી શકે છે. તેની કિંમત પણ વધી જશે અને પાઈપલાઈનો પર ઈરાનના હુમલાનું સંકટ પણ રહે છે.
જોકે સાઉદી અરબ, UAE અને કુવૈત ભવિષ્યમાં આ પાઈપલાઈનો અથવા કુવૈત અને ઈરાકના અન્ય માર્ગોથી પરિવહનના અન્ય સાધનોનો ઉપયોગ કરી ઈરાન જોખમને ઘટાડી શકે છે.
