UPI Transaction Fees:જો UPIથી દરરોજ પેમેન્ટ કરતા હોય તો નવા Bill બાદ શુ ફેરફાર થશે, આ તમામ પ્રશ્નનો જવાબ જાણો

લોકસભામાં બિલ પસાર થવા છતાં દરેક UPI પેમેન્ટ પર તાત્કાલિક કોઈ ચાર્જ લાગુ થશે નહીં. આ બિલ સરકારને કયા ડિજિટલ પેમેન્ટ પર MDR લાગુ કરી શકાય તે નક્કી કરવાનો અધિકાર આપે છે, પરંતુ મિત્રો અને પરિવારને મોકલાતા પૈસા પર કોઈ ફી લાગશે નહીં.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 07 Aug 2026 04:23 PM (IST)Updated: Fri, 07 Aug 2026 04:23 PM (IST)
upi-charges-new-bill-mdr-rbi-governor-what-explained-for-upi-transaction-fees

UPI Transaction Fees:શુ હવે દરેક UPI પેમેન્ટ પર પૈસા કપાશે? શું મિત્રો અને પરિવારને પૈસા મોકલવા પર ફી લાગશે? MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કયો છે? આજે આપણે આ તમામ પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ સમજીએ. ઘણા લોકોને લાગે છે કે હવે દરેક વખતે UPI થી પૈસા મોકલવાથી બેંક ખાતામાંથી પૈસા કપાશે. જોકે આવું નથી. લોકસભામાં બિલ પસાર થવાથી UPI પર તાત્કાલિક કોઈ ચાર્જ લાગુ થતો નથી.

આ બિલ સરકારને આગળ એ બાબત નક્કી કરવાનો કાયદાકીય અધિકાર આપ્યો છે કે કયા ડિજિટલ પેમેન્ટ પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ અથવા MDR લગાવી શકાય છે અને કયા પેમેન્ટ ફ્રી રહેશે.

શું દરેક UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્ચ લાગશે?

ના..બિલ પસાર થયા બાદ પણ દરેક UPI Payment પર Charge લાગવાની શરૂઆત થઈ નથી. જો તમે તમારા મિત્રોને પૈસા મોકલો છે, પરિવારના કોઈ સભ્યને રકમ ટ્રાન્સફર કરો છો, દુકાન પર ચુકવણી કરો છો અથવા મોબાઈલ રિચાર્જ કરો છો તો સામાન્ય બેંક અકાઉન્ટથી કરવામાં આવેલા UPI પેમેન્ટ હજું કોઈ અલગ ફી નહીં લાગે.

નવા બિલનો અર્થ એ નથી કે જો દરેક UPI યુઝરને પૈસા આપવાના રહેશે. બિલ સરકારને આગળ નિયમ બનાવવાનો અધિકાર છે. અસલી ચાર્જ ક્યારે લાગશે, કેટલો લાગશે અને કોના પર લાગશે. આ સરકાર તરફથી ઈશ્યુ થનારા નોટિફિકેશન બાદ જ સાફ થશે. માટે બિલ પાસ થતા જ દરેક UPI પેમેન્ટ પર ચાર્જ લાગુ થાય તે કહેવું અયોગ્ય છે. 

નવા બિલનો અર્થ શું છે?

નવા બિલમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 સાથે સંકળાયેલ ફેરફાર કર્યો છે. અત્યારે UPI અને કેટલાક અન્ય નિયત ડિજિટલ પેમેન્ટના માધ્યમથી જીરો-MDR વ્યવસ્થા લાગૂ છે. તેનો અર્થ એવો થાય છે કે પેમેન્ટ પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ લેવામાં આવતો નથી.

MDR શું હોય છે?

MDRનું પૂરું નામ મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ છે. તેને સરળ ભાષામાં દુકાનદારની Digital Payment Fee સમજો. જ્યારે ગ્રાહક કોઈ કારોબારીને ડિજિટલી પેમેન્ટ કરે છે તો તે પેમેન્ટને પ્રોસેસ કરનાર બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને કેટલાક ખર્ચ ઉઠાવવા પડે છે.

કયા પેમેન્ટ પર ચાર્જ લગાવવાની ચર્ચા છે?

અત્રે ઉલ્લેખનીય છે કે મિત્રો, પરિવાર અથવા કોઈ વ્યક્તિને પૈસા મોકલનાર સામાન્ય UPI ટ્રાન્સફર પર આ દરખાસ્ત MDRની અસર થશે નહીં.

શું નાના દુકાનદારોને પણ ચાર્જ આપવો પડશે?

અત્યારે તો આ પ્રશ્નનો જવાબ ના નથી. તાજેતરના અહેવાલમાં ચર્ચા મોટા બિઝનેસ પેમેન્ટ અને રૂપિયા 2,000થી વધારે વ્યવહાર પર કેન્દ્રીત છે.