સ્ટેટ બેંકમાં ક્લાર્કના 1538 પદો પર ભરતીની જાહેરાત, જાણો લાયકાત, વયમર્યાદા અને પસંદગી પ્રક્રિયા

SBI Clerk Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 1538 ક્લાર્કના પદો પર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગ્રેજ્યુએટ ઉમેદવારો 27 ઓગસ્ટ 2026 સુધી અરજી કરી શકે છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 07 Aug 2026 09:12 PM (IST)Updated: Fri, 07 Aug 2026 09:12 PM (IST)
recruitment-notification-for-1538-clerk-posts-at-state-bank-know-the-eligibility-age-limit-and-selection-process

SBI Clerk Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ખુશખબર આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા જુનિયર એસોસિએટ (ક્લાર્ક)ના કુલ 1538 પદો પર ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આજે એટલે કે 7 ઓગસ્ટ, 2026થી શરૂ થઈ ગઈ છે. લાયક અને ઈચ્છુક ઉમેદવારો એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર જઈને નિયત સમયમર્યાદામાં પોતાની અરજી નોંધાવી શકે છે.

  • અરજી શરૂ થવાની તારીખ: 7 ઓગસ્ટ, 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 27 ઓગસ્ટ, 2026

શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા

શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (Graduation) થયેલો હોવો જોઈએ.

વયમર્યાદા

  • ન્યૂનતમ વય: 20 વર્ષ
  • મહત્તમ વય: 28 વર્ષ
  • વય ગણતરીની તારીખ: 1 એપ્રિલ, 2026ના આધારે વયની ગણતરી કરવામાં આવશે.

ઉંમરમાં છૂટછાટ

સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે-

OBC ઉમેદવારોને: 3 વર્ષ

SC / ST ઉમેદવારોને: 5 વર્ષ

દિવ્યાંગ (PwBD) ઉમેદવારોને: 10 વર્ષ

પસંદગી પ્રક્રિયા

એસબીઆઈ ક્લાર્ક પદ પર ઉમેદવારોની પસંદગી બે તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે.

પ્રારંભિક પરીક્ષા (Preliminary Exam):

  • કુલ ગુણ: 100 ગુણ (100 પ્રશ્નો)
  • સમયગાળો: 1 કલાક
  • વિષયો: અંગ્રેજી (English Language), ન્યુમેરિકલ એબિલિટી (Quantitative Aptitude) અને રીઝનિંગ એબિલિટી (Reasoning Ability).
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 1/4 (0.25) ગુણ કાપવામાં આવશે.

મુખ્ય પરીક્ષા (Main Exam)

પ્રારંભિક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને જ મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

  • કુલ ગુણ: 200 ગુણ (190 પ્રશ્નો)
  • વિષયો: સામાન્ય/નાણાકીય જાગરૂકતા (General/Financial Awareness), સામાન્ય અંગ્રેજી, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, રીઝનિંગ અને કમ્પ્યુટર એબિલિટી.

અરજી ફી

OBC અને સામાન્ય વર્ગ: ₹750/-

SC / ST / દિવ્યાંગ ઉમેદવારો: અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે (કોઈ ફી નથી).

અરજી કેવી રીતે કરવી?

ઈચ્છુક ઉમેદવારોએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ (sbi.co.in/web/careers) પર જઈને 'Recruitment of Junior Associates 2026' લિંક પર ક્લિક કરી પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.