AMC Recruitment 2026: AMCમાં સહાયક સિનિયર ક્લાર્કની ભરતી, જાણો શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સહાયક સિનિયર ક્લાર્કની 250 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 26 Jun 2026 08:54 AM (IST)Updated: Fri, 26 Jun 2026 08:54 AM (IST)
amc-assistant-senior-clerk-recruitment-2026-online-apply-and-qualification-ahmedabad-jobs

AMC Assistant Senior Clerk Recruitment 2026: અમદાવાદમાં સરકારી ક્ષેત્રમાં સ્થિર અને સારી નોકરી મેળવવા ઈચ્છુક કોલેજ પાસ ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સહાયક સિનિયર ક્લાર્ક (Assistant Senior Clerk) ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જાણો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ અને પગાર ધોરણની સંપૂર્ણ માહિતી.

ભરતીની મુખ્ય વિગતો અને અરજી પ્રક્રિયા

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ભરતી અંતર્ગત સહાયક સિનિયર ક્લાર્કની કુલ 250 જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

  • સંસ્થા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
  • પોસ્ટનું નામ: સહાયક સિનિયર ક્લાર્ક
  • અરજી પ્રક્રિયા: ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે
  • છેલ્લી તારીખ: અરજી કરવાની અંતિમ તારીખ 7 જુલાઈ 2026 છે.

કેટેગરી મુજબ 250 જગ્યાઓનું વિતરણ

આ ભરતીમાં વિવિધ અનામત વર્ગો માટે અલગ-અલગ બેઠક ફાળવવામાં આવી છે, જે નીચે મુજબ છે:

  • જનરલ વર્ગ – 105 જગ્યા
  • SEBC – 68 જગ્યા
  • અનુસૂચિત જનજાતિ (ST) – 37 જગ્યાએ
  • EWS – 25 જગ્યાઓ
  • અનુસૂચિત જાતિ (SC) – 15 જગ્યા

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં બેચલર ડિગ્રી (Graduation) મેળવેલી હોવી ફરજિયાત છે.
  • જરૂરી અનુભવ: આ પોસ્ટ માટે માત્ર ડિગ્રી પૂરતી નથી. ઉમેદવાર પાસે સરકારી કચેરી, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, સરકારી ઉપક્રમ, અર્ધસરકારી સંસ્થા, બોર્ડ, નિગમ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંયુક્ત ઓછામાં ઓછા ત્રણ વર્ષનો વહીવટી કેડરનો અનુભવ હોવો ફરજિયાત છે.

વય મર્યાદા અને આકર્ષક પગાર

અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 38 વર્ષ હોવી જોઈએ. જોકે, હાલમાં AMC માં ફરજ બજાવતા કર્મચારીઓને નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.

પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના ત્રણ વર્ષ માટે દર મહિને રૂ. 26,000 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. 3 વર્ષ પૂર્ણ થયા બાદ કામગીરીના મૂલ્યાંકનના આધારે ઉમેદવારને લેવલ-4 પે મેટ્રિક્સ મુજબ રૂ. 25,500 થી રૂ. 81,100 સુધીનું પગાર ધોરણ અને સરકારના નિયમ અનુસાર અન્ય ભથ્થા તથા લાભ આપવામાં આવશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

લાયક ઉમેદવાર નીચે મુજબના સરળ સ્ટેપ્સ અનુસરીને અરજી કરી શકે છે:

  1. સૌપ્રથમ AMC ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. ત્યારબાદ "Public Information" વિભાગમાં જાઓ.
  3. "Recruitment and Result" વિકલ્પ પર ક્લિક કરો.
  4. ચાલી રહેલી ભરતીની યાદીમાંથી 'Assistant Senior Clerk' પસંદ કરો.
  5. "Apply" બટન પર ક્લિક કરી અરજી ફોર્મ ખોલો.
  6. અરજી ફોર્મમાં માંગેલી તમામ માહિતી ચોકસાઈપૂર્વક ભરો
  7. અરજી ફોર્મમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  8. અંતે ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ અથવા PDF કોપી સાચવીને રાખો.