CRPF Recruitment: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે એક શાનદાર તક સામે આવી છે. સીઆરપીએફ (CRPF) દ્વારા કોન્સ્ટેબલ ટેકનિકલ અને ટ્રેડ્સમેન કેડરમાં બમ્પર 9096 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાં યોજાનારી આ ભરતીમાં ગુજરાત રાજ્યના ઉમેદવારો માટે પણ સારી એવી જગ્યાઓ ફાળવવામાં આવી છે.
ગુજરાતમાં કુલ 452 જગ્યાઓ ભરાશે
આ રાષ્ટ્રીય કક્ષાની ભરતીમાં ગુજરાત રાજ્ય માટે કુલ 452 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. આ 452 જગ્યાઓમાંથી પુરુષ ઉમેદવારો માટે 449 જગ્યાઓ અને મહિલા ઉમેદવારો માટે 3 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
મહત્વની તારીખો અને લાયકાત
- અરજી પ્રક્રિયા: આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 20 એપ્રિલથી શરૂ થશે, અને ઉમેદવારો 19 મે સુધી અરજી કરી શકશે.
- શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ અને તેની સાથે જ સંબંધિત ટ્રેડનું પ્રમાણપત્ર ધરાવતો હોવો અનિવાર્ય છે.
- પગાર: પસંદગી પામનાર ઉમેદવારોને પે-લેવલ 3 મુજબ માસિક રૂ. 21,700 થી લઈને રૂ. 69,100 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.
ગુજરાતમાં ટ્રેડ મુજબ જગ્યાની ફાળવણી
આ ભરતીમાં ડ્રાઈવર, મોટર મિકેનિક, મોચી, સુથાર અને દરજી સહિતના વિવિધ ટ્રેડ્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સૌથી વધુ 120 જગ્યાઓ ડ્રાઇવર ટ્રેડ માટે ભરવામાં આવશે.
આ પણ વાંચો: રેલવે સ્ટેશન માસ્ટર કેવી રીતે બનવું? જાણો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા
મુખ્ય ટ્રેડ અને ખાલી જગ્યાઓ
- ડ્રાઈવર: 120 (પુરુષ)
- રસોઈયા/જલ વાહક: 88 (પુરુષ) અને 1 (મહિલા)
- મોટર મિકેનિક: 86 (પુરુષ)
- બિગુલર: 62 (પુરુષ)
- દરજી: 15 (પુરુષ)
- બ્રાસ બેન્ડ: 14 (પુરુષ)
- ધોબી: 12 (પુરુષ)
- મોચી: 12 (પુરુષ)
- સફાઈ કર્મચારી: 10 (પુરુષ)
- નાઈ: 08 (પુરુષ)
- સુથાર: 07 (પુરુષ)
- પેઈન્ટર: 06 (પુરુષ)
- માળી: 05 (પુરુષ)
ધોરણ 10 પાસ અને ટેકનિકલ ટ્રેડનું જ્ઞાન ધરાવતા ગુજરાતના યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. રસ ધરાવતા ઉમેદવારોએ સમયસર સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી પૂર્ણ કરી લેવી હિતાવહ છે.
