GSEB HSC Commerce and Arts Results 2026 via WhatsApp: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ટૂંક સમયમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ (કોમર્સ અને આર્ટસ)નું રીઝલ્ટ જાહેર કરવામાં આવશે. બોર્ડ દ્વારા આગામી મે મહિનામાં રીઝલ્ટ જાહેર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સામાન્ય પ્રવાહની પરીક્ષામાં અંદાજે 5.01 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપરાંત વોટ્સએપ અને SMS જેવી સુવિધાઓ દ્વારા પણ પોતાનું રીઝલ્ટ જાણી શકશે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ ઓનલાઇન જોવા માટે Seat Number તૈયાર રાખવો અનિવાર્ય છે.
આ આર્ટિકલમાં જાણો, ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 12 કોમર્સ, આર્ટસનું રીઝલ્ટ ચેક કરવાના સ્ટેપ્સ. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org, વોટ્સએપ તેમજ SMS દ્વારા રીઝલ્ટ ચેક કરી શકશે.
GSEB HSC જનરલ રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 (HSC) નું રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ અને માર્કશીટ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી મેળવી શકશે:
- Step 1: GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- Step 2: HSC Result લિંક પર ક્લિક કરો.
- Step 3: આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરો.
- Step 4: સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
- Step 5: ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો.
WhatsApp દ્વારા GSEB રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ
- Step 1: સૌથી પહેલા તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં GSEB નો સત્તાવાર WhatsApp નંબર 6357300971 સેવ કરો.
- Step 2: હવે તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો અને તમે સેવ કરેલા આ નવા સંપર્ક સાથે ચેટ બોક્સ ખોલો.
- Step 3: ચેટ બોક્સમાં તમારો 6-અંકનો HSC સીટ નંબર ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરો.
- Step 4: મેસેજ મોકલ્યાની ગણતરીની જ ક્ષણોમાં, બોર્ડ દ્વારા તમારા ગુણ (માર્ક્સ) અને પરિણામની સ્થિતિ (પાસ કે નાપાસ) નો મેસેજ આવશે.
GSEB HSC રીઝલ્ટ 2026 SMS દ્વારા ચેક કરવાના સ્ટેપ્સ
વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ રીઝલ્ટ મેળવી શકે છે. SMS દ્વારા રીઝલ્ટ જોવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો:
- Step 1: મોબાઇલમાં SMS એપ્લિકેશન ખોલો.
- Step 2: SMS લખો – HSC Seat Number
- Step 3: આ મેસેજ 56263 નંબર પર મોકલો.
- Step 4: થોડા સમયમાં રીઝલ્ટ SMS દ્વારા મળશે.
GSEB રીઝલ્ટ 2026 માં ઉલ્લેખિત વિગતો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.
GSEB માર્કશીટમાં નીચેની માહિતી શામેલ હશે:
- ઉમેદવારનું નામ
- રોલ નંબર
- વિષય કોડ્સ
- દરેક વિષયમાં મેળવેલા ગુણ
- કુલ મેળવેલા ગુણ
- ટકાવારી
- ગ્રેડ
