GSEB 10th and 12th Result 2026: ગુજરાત બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12નું રીઝલ્ટ ચેક કરવાના સ્ટેપ્સ, જાણો પરિણામ જોવાની રીત

આ આર્ટિકલમાં જાણો, ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 10 અને ધોરણ 12નું રીઝલ્ટ ચેક કરવાના સ્ટેપ્સ. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org, વોટ્સએપ તેમજ SMS દ્વારા રીઝલ્ટ ચેક કરી શકશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 11 Apr 2026 02:55 PM (IST)Updated: Sat 11 Apr 2026 02:55 PM (IST)
gseb-ssc-and-hsc-result-2026-check-gujarat-board-10th-12th-results-via-whatsapp-sms-gseb-org-726181

GSEB 10th and 12th Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ની બોર્ડ પરીક્ષાઓના પરિણામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા આપનાર રાજ્યના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત ટૂંક સમયમાં આવશે. બોર્ડ દ્વારા આગામી મે મહિનામાં આ પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ વર્ષે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં કુલ 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પોતાની હાજરી નોંધાવી હતી. વિદ્યાર્થીઓએ તેમનું રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ ઉપરાંત વોટ્સએપ અને SMS દ્વારા તપાસી શકશે. વિદ્યાર્થીઓએ તેમના રીઝલ્ટ ચકાસવા માટે તેમની GSEB હોલ ટિકિટ તૈયાર રાખવી આવશ્યક છે.

આ આર્ટિકલમાં જાણો, ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 10 અને ધોરણ 12નું રીઝલ્ટ ચેક કરવાના સ્ટેપ્સ. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org, વોટ્સએપ તેમજ SMS દ્વારા રીઝલ્ટ ચેક કરી શકશે.

GSEB SSC અને HSC રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) નું રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ અને માર્કશીટ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી મેળવી શકશે:

  • Step 1: GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • Step 2: SSC અથવા HSC Result લિંક પર ક્લિક કરો.
  • Step 3: આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરો.
  • Step 4: સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
  • Step 5: ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો.

WhatsApp દ્વારા GSEB રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ

  • Step 1: સૌથી પહેલા તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં GSEB નો સત્તાવાર WhatsApp નંબર 6357300971 સેવ કરો.
  • Step 2: હવે તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો અને તમે સેવ કરેલા આ નવા સંપર્ક સાથે ચેટ બોક્સ ખોલો.
  • Step 3: ચેટ બોક્સમાં તમારો 6-અંકનો HSC સીટ નંબર ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરો.
  • Step 4: મેસેજ મોકલ્યાની ગણતરીની જ ક્ષણોમાં, બોર્ડ દ્વારા તમારા ગુણ (માર્ક્સ) અને પરિણામની સ્થિતિ (પાસ કે નાપાસ) નો મેસેજ આવશે.

GSEB SSC/HSC રીઝલ્ટ 2026 SMS દ્વારા ચેક કરવાના સ્ટેપ્સ

વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ રીઝલ્ટ મેળવી શકે છે. SMS દ્વારા રીઝલ્ટ જોવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો:

  • Step 1: મોબાઇલમાં SMS એપ્લિકેશન ખોલો.
  • Step 2: SMS લખો – SSC/HSC Seat Number
  • Step 3: આ મેસેજ 56263 નંબર પર મોકલો.
  • Step 4: થોડા સમયમાં રીઝલ્ટ SMS દ્વારા મળશે.

GSEB રીઝલ્ટ 2026 માં ઉલ્લેખિત વિગતો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.

GSEB માર્કશીટમાં નીચેની માહિતી શામેલ હશે:

  • ઉમેદવારનું નામ
  • રોલ નંબર
  • વિષય કોડ્સ
  • દરેક વિષયમાં મેળવેલા ગુણ
  • કુલ મેળવેલા ગુણ
  • ટકાવારી
  • ગ્રેડ