Prabhas: ભગવાન શ્રીરામ બાદ હવે ભગવાન શિવના રોલમાં જોવા મળશે પ્રભાસ, નુપુર સેનન હશે ફિલ્મની અભિનેત્રી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 10 Sep 2023 04:41 PM (IST)Updated: Sun, 10 Sep 2023 04:41 PM (IST)
bollywood-after-lord-shriram-now-prabhas-likely-to-play-role-of-lord-shiva-nupur-sanon-lead-actress-of-the-film

Prabhas: બાહુબલી સ્ટાર અભિનેતા પ્રભાસ છેલ્લા ઘણા સમયથી પોતાના આગામી ફિલ્મ 'સાલાર'ને લઈને ચર્ચામાં છે. આ મહિનાની 28 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થનારી ફિલ્મ પોસ્ટપોન્ડ થઈ ગઈ છે. ત્યારે પ્રભાસની એક નવી ફિલ્મને લઈને માહિતી સામે આવી છે. આ રીઝનલ ફિલ્મમાં અભિનેતા ભગવાન શિવના રોલમાં જોવા મળી શકે છે.

મળતી માહિતી મુજબ, વિષ્ણુ માંચૂની ડ્રીમ પ્રોજેક્ટ તેલુગૂ ફિલ્મ 'ભક્ત કનપ્પા'માં અભિનેતા પ્રભાસ મહત્ત્વનો રોલ પ્લે કરશે. વિષ્ણુ માંચૂ એ એક ટ્વિટમાં આ માહિતી શેર કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે, તે આ ફિલ્મમાં કેમિયો કરી શકે છે. આ ફિલ્મમાં નુપૂર સેનન લીડ રોલમાં જોવા મળશે.

ફિલ્મ 'આદિપુરુષ'માં ભગવાન શ્રીરામનો રોલ પ્લે કર્યા બાદ પ્રભાસ ફરી એકવાર માયથોલોજીકલ કેરેક્ટર પ્લે કરતો જોવા મળી શકે છે. આ વખતે તે ભગવાન શિવના રોલમાં જોવા મળી શકે છે. ફિલ્મ 'ભક્ત કનપ્પા' મોટા બજેટની ફિલ્મ છે. આ ફિલ્મનું ડાયરેક્શન મુકેશ કુમાર સિંહ કરશે. રિપોર્ટ્સ પ્રમાણે, આ ફિલ્મની શૂટિંગ ન્યૂઝિલેન્ડમાં થશે.

પ્રભાસની આગામી ફિલ્મની વાત કરીએ તો, તે નિર્દેશક પ્રશાંત નીલની ફિલ્મ 'સાલાર'માં અભિનેત્રી શ્રુતિ હાસન સાથે જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ 'કલ્કિ 2898 એડી'માં દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. આ ફિલ્મ જાન્યુઆરી, 2024માં રિલીઝ થશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.