Border 2: લગભગ અઢી વર્ષ પછી સન્ની દેઓલ (Sunny Deol) ફરી એકવાર સફળતાના શિખર પર છે. ગત 23 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી સન્ની દેઓલ ફિલ્મ 'બોર્ડર 2' (Border 2 Box Office Collection) ભારત અને વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
આ ફિલ્મની સફળતા વચ્ચે સની દેઓલ તાજેતરમાં પોતાની 4 કરોડ રૂપિયાની કારમાં લોંગ ડ્રાઇવ કરવા નીકળ્યો છે, આ લક્ઝરી કાર સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે. સની દેઓલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. વીડિયોમાં તે કાળા રંગની પોર્શ કાર ચલાવતો જોવા મળી રહ્યો છે.
NDTVના રિપોર્ટ મુજબ, સની દેઓલની નવી પોર્શ 911 ટર્બો સ્પોર્ટ્સ કારની કિંમત લગભગ રૂ. 4 કરોડ (આશરે $40 મિલિયન USD) છે. અભિનેતાએ થોડા મહિના પહેલા જ આ કાર ખરીદી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી કાર સાથે પોઝ આપતા, સની દેઓલે કેપ્શન આપ્યું, "સ્વર્ગનો રસ્તો, કચ્છ."
આ વીડિયોમાં સની દેઓલ એક સુંદર જગ્યાએ પોતાની કાર રોકે છે અને તેની પાછળ સમુદ્ર છે. એક ચાહકે આ વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બોર્ડર 2 ની અપાર સફળતા માટે નિર્માતા ભૂષણ કુમારે તેને આ કાર ભેટમાં આપી હતી. જોકે, આ વાતની પુષ્ટિ નથી.
બોર્ડર 2 નું બજેટ 275 કરોડ રૂપિયા હતું
જણાવી દઈએ કે, સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી અભિનીત વૉર ડ્રામા ફિલ્મ 'બોર્ડર 2' આશરે રૂ. 275 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી.
Sakanlik.com ના અહેવાલો અનુસાર, આ ફિલ્મે 18 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 311.75 કરોડની કમાણી કરી છે, જ્યારે તેની કુલ કમાણી (ભારતમાં) રૂ.372.10 કરોડ થઈ ગઈ છે.
ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન રૂ. 426.5 કરોડ સુધી પહોંચી ગયું છે, અને બોર્ડર 2 એ વિદેશી બજારોમાં રૂ. 54.4 કરોડની કમાણી કરી છે. 1997 માં "બોર્ડર" અને 2026 માં "બોર્ડર 2" પછી, નિર્માતાઓ હવે ત્રીજા હપ્તાની યોજના બનાવી રહ્યા છે. જો કે, તેમાં દર્શાવવામાં આવેલ ચોક્કસ યુદ્ધ હજુ પણ રહસ્યમય છે.
