Border 2 Movie Review: 1997ની ક્લાસિક ફિલ્મ 'બોર્ડર'ના વારસાને આગળ ધપાવતી 'બોર્ડર 2' આજે 23 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. સની દેઓલ, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને ક્રિટિક્સ બંને ફિલ્મના વખાણ કરતા થાકતા નથી.
તરણ આદર્શનો રિવ્યુ
પ્રખ્યાત ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે ફિલ્મને 4.5 સ્ટાર આપતા તેને 'ઉત્કૃષ્ટ' ગણાવી છે. તેમણે X (ટ્વિટર) પર લખ્યું કે, "બોર્ડર 2 તમારા દિલને ગર્વથી ભરી દેશે. દિગ્દર્શક અનુરાગ સિંહે એક શક્તિશાળી અને ભાવનાત્મક યુદ્ધ મહાકાવ્ય રજૂ કર્યું છે જે રાષ્ટ્ર અને સશસ્ત્ર દળોને સાચી સલામ કરે છે." તેમણે ખાસ કરીને સની દેઓલની ગર્જના અને વરુણ-દિલજીતના અભિનયની પ્રશંસા કરી છે.
#OneWordReview...#Border2: OUTSTANDING.
— taran adarsh (@taran_adarsh) January 22, 2026
Rating: ⭐️⭐️⭐⭐️½
Power. Patriotism. Pride... #Border2 makes your heart swell with pride... The film salutes the nation as well as the armed forces... STRONGLY RECOMMENDED. #Border2Review
Director #AnuragSingh delivers a thunderous,… pic.twitter.com/C5Y2SgfBje
ગલ્ફ દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ
એક તરફ ભારતમાં ફિલ્મ માટે જબરદસ્ત ક્રેઝ છે, ત્યારે બીજી તરફ અરેબિયન અખાતના દેશો (Gulf Countries) માંથી માઠા સમાચાર આવ્યા છે. સાઉદી અરેબિયા, UAE, કુવૈત, કતાર, ઓમાન અને બહેરીન જેવા દેશોમાં 'બોર્ડર 2' પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રતિબંધથી ફિલ્મની કમાણી પર બહુ મોટી અસર નહીં પડે. અગાઉ રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' પર પણ પ્રતિબંધ મુકાયો હતો, તેમ છતાં તેણે વિશ્વભરમાં ₹1,300 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.
દર્શકોનો પ્રતિસાદ
પહેલા દિવસનો પહેલો શો જોનારા દર્શકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મને 'બ્લોકબસ્ટર' જાહેર કરી દીધી છે. યુઝર્સના મતે, ફિલ્મનો ક્લાઈમેક્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક રૂંવાડા ઉભા કરી દે તેવા છે. અહાન શેટ્ટી અને મોના સિંહે પણ પોતાના પાત્રોમાં જીવ રેડ્યો છે.
#Border2 is a powerful, patriotic, and fantastic film. You must watch it! It makes you feel proud, it moves you emotionally, and it compels you to salute the spirit of the soldiers.#Border pic.twitter.com/PNATLEgh80
— S.S. (@ShaktisinhSG) January 23, 2026
ફિલ્મની સ્ટાર કાસ્ટ:
- મુખ્ય કલાકારો: સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ, અહાન શેટ્ટી.
- સહ-કલાકારો: મેધા રાણા, મોના સિંહ, સોનમ બાજવા.
- દિગ્દર્શક: અનુરાગ સિંહ.
