Chandrika Dixit, Vada Pav Girl News: દિલ્હીની પ્રખ્યાત ‘વડાપાવ ગર્લ’ અને બિગ બોસ OTT 3 ફેમ ચંદ્રિકા દીક્ષિત હાલમાં તેના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર વિવાદોના વમળમાં ફસાઈ છે. ચંદ્રિકાએ તેના પતિ યુગમ ગેરા પર લગ્નેતર સંબંધો અને બેવફાઈના ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે ચાહકોમાં ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. સામે દુલ્હનના પહેરવેશમાં અન્ય પુરુષ સાથેની તસવીરોએ સવાલ ઉભા કર્યા છે કે શું ખરેખર બીજા લગ્ન કરી લીધા છે? હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
ભાવુક વિડિયો દ્વારા કર્યો ચોંકાવનારો ખુલાસો
1 ફેબ્રુઆરી 2016 ના રોજ શેર કરેલા એક ભાવુક ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં ચંદ્રિકાએ દાવો કર્યો હતો કે તેને બે મહિના પહેલા જાણ થઈ હતી કે તેનો પતિ યુગમને કોઈ અન્ય મહિલા સાથે અફેર છે. તેણે પુરાવા તરીકે ચેટ્સના સ્ક્રીનશોટ અને ફોટા પણ શેર કર્યા હતા. ચંદ્રિકાએ રડતા રડતા જણાવ્યું કે જ્યારે તે ઘર, બાળક અને બિઝનેસ સંભાળવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે, ત્યારે તેનો પતિ તેને દગો આપી રહ્યો છે.
પતિ યુગમ ગેરાનો વળતો પ્રહાર
ચંદ્રિકાના આરોપો બાદ યુગમ ગેરાએ પણ મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા વિડિયોમાં યુગમે કહ્યું કે, "તને મેં બનાવી છે તે યાદ રાખજે". આટલું જ નહીં, યુગમે પણ ચંદ્રિકા પર વળતા આરોપ લગાવતા કહ્યું કે તેની પાસે પણ ચંદ્રિકાની ભૂલોના પુરાવા છે અને તે ચંદ્રિકાના એક રહસ્યમયી પુરુષ સાથેના સંબંધો પર પણ સવાલ ઉઠાવ્યા છે.
બીજા લગ્નની ચર્ચાઓ અને ‘મિસ્ટ્રી મેન’
આ વિવાદની વચ્ચે ચંદ્રિકાએ એક રહસ્યમયી પુરુષ (@kon_mysteryman) સાથે લગ્નના પોશાકમાં ફોટા અને રોમેન્ટિક વિડિયો શેર કરતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. "ફાઈનલી" (Finally) કેપ્શન સાથેના આ ફોટાઓને કારણે અફવા ફેલાઈ છે કે ચંદ્રિકાએ બીજા લગ્ન કરી લીધા છે. જોકે, ઘણા નેટિઝન્સ માને છે કે આ કોઈ મ્યુઝિક વિડિયોનું શૂટિંગ અથવા પબ્લિસિટી સ્ટંટ હોઈ શકે છે, કારણ કે ચંદ્રિકાએ હજુ સુધી કાયદેસર રીતે છૂટાછેડા લીધા નથી.
સંઘર્ષથી સ્ટારડમ સુધીની સફર
ઈન્દોરથી દિલ્હી આવેલી ચંદ્રિકાએ રસ્તા પર વડાપાવ વેચીને જે રીતે ખ્યાતિ મેળવી છે તે પ્રશંસનીય છે. તે દિવસના અંદાજે 40 હજાર રૂપિયા કમાતી હોવાનો દાવો કરે છે અને તેની નેટવર્થ 1 થી1.5 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. યુગમ અને ચંદ્રિકાને રુદ્ર નામનો એક નાનો પુત્ર પણ છે.
