Dhurandhar Movie Review: પાવરફુલ અને પાવર પેક્ડ ફિલ્મ છે રણવીર સિંહની 'ધુરંધર', વાંચી લો ફટાફટ ફર્સ્ટ રિવ્યૂ

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. રિલીઝ પહેલા જ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ સામે આવી ગયો છે, જેમાં તેના વખાણ કરવામાં આવ્યા છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 04 Dec 2025 02:53 PM (IST)Updated: Thu 04 Dec 2025 02:53 PM (IST)
dhurandhar-movie-review-hit-or-flop-box-office-collection-story-starring-ranveer-singh-sanjay-dutt-akshaye-khanna-649459

Dhurandhar Movie Review: રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો આ ફિલ્મને વર્ષ 2025ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ કહેવામાં આવે તો તે ખોટું નહીં હોય. લોકો આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને હવે આ રાહનો અંત આવી રહ્યો છે. ધુરંધર 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મને લઈને ખૂબ જ તગડો બઝ છે, જેના કારણે તે એડવાન્સ બુકિંગથી પણ સારી કમાણી કરી રહી છે. આ રિલીઝ પહેલા જ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ સામે આવી ગયો છે, જેમાં તેના વખાણ કરવામાં આવ્યા છે.

ધુરંધર એક સ્પાય ડ્રામા છે. આ ફિલ્મમાં રણવીર સિંહ એક એજન્ટની ભૂમિકામાં છે જે પાકિસ્તાન જાય છે. પાકિસ્તાનમાં તેને ત્રણ વિલન અર્જુન રામપાલ, સંજય દત્ત અને અક્ષય ખન્ના મળે છે. આ ફિલ્મ જબરદસ્ત એક્શનથી ભરેલી છે. ધુરંધર દર્શકોને સરપ્રાઈઝ અને શોક આપવા જઈ રહી છે.

કેવી છે રણવીર સિંહની 'ધુરંધર' ફિલ્મ

રણવીર સિંહની 'ધુરંધર'ની પ્રથમ સમીક્ષા ફિલ્મ ક્રિટિક ઉમૈર સંધુએ કરી છે. તેણે આ ફિલ્મ જોયા પછી સોશિયલ મીડિયા પર રીવ્યુ આપ્યો છે. તેણે લખ્યું કે આ ફિલ્મ તમને શૉક અને સરપ્રાઈઝ બંને આપશે. તેણે ફિલ્મને 'આઉટ ઓફ સિલેબસ' અને 'પાવરફુલ અને પાવર પેક્ડ ફિલ્મ' ગણાવી છે. 3 કલાકમાં જબરદસ્ત ડાયલોગબાજી, ક્રીપી એક્શન સ્ટન્ટ્સ છે. સ્ક્રીનપ્લે છેક સુધી બાંધી રાખે છે.

રણવીર સિંહની જબરદસ્ત વાપસી
રીવ્યુમાં રણવીર સિંહની જબરદસ્ત વાપસીની વાત કરવામાં આવી છે. આ સાથે જ સંજય દત્ત અને અક્ષય ખન્નાએ પણ જબરદસ્ત સ્ટન્ટ્સ કર્યા છે. રીવ્યુ અનુસાર,ક્લાઈમેક્સ અને ફિલ્મનો છેલ્લો અડધો કલાક તમને આઘાત આપે છે અને આ જ ફિલ્મની યુએસપી (USP) છે. ક્રિટિકે નોંધ્યું છે કે ગયા અઠવાડિયે 'તેરે ઇશ્ક મેં' અને હવે આ 'મેસી ફ્લિક' આવી છે, જેનાથી બોલિવૂડના સુવર્ણ દિવસો પાછા આવી ગયા છે.

એડવાન્સ બુકિંગથી 4.27 કરોડની કમાણી
ધુરંધરનું એડવાન્સ બુકિંગ જબરદસ્ત ચાલી રહ્યું છે. સૅકનિલ્કસના રિપોર્ટ અનુસાર ફિલ્મે 58 હજારથી વધુ ટિકિટો વેચી દીધી છે. આ એડવાન્સ બુકિંગ દ્વારા ફિલ્મે 4.27 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વધુમાં એવો અંદાજ છે કે આ ફિલ્મ પહેલા દિવસે 15 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે.