'ગજની' અને 'લગાન' ફેમ અભિનેતા પ્રદીપ રાવતનું નિધન, 74 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

ગજની અને લગાન ફિલ્મોથી પ્રસિદ્ધ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની ઉંમરે નિધન થયું. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 05 Aug 2026 11:46 AM (IST)Updated: Wed, 05 Aug 2026 11:46 AM (IST)
ghajini-lagaan-fame-actor-pradeep-rawat-passes-away-at-74-after-blood-cancer-battle

pradeep rawat death: બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગજની, લગાન, સરફરોશ અને અનેક યાદગાર ફિલ્મોમાં પોતાની દમદાર અભિનય છાપ છોડનાર જાણીતા અભિનેતા Pradeep Rawatનું 74 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા. તેમના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પાંચ વર્ષથી બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા

અહેવાલો મુજબ, પ્રદીપ રાવત છેલ્લા પાંચ વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત હતા. સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો પણ જોવા મળ્યો હતો, પરંતુ થોડા સમય પહેલાં કેન્સર ફરી પાછું આવ્યું હતું. છેલ્લા બે મહિનાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને તેમની સ્થિતિ સતત ગંભીર બનતી ગઈ હતી. અંતે મંગળવાર સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ફિલ્મી હસ્તીઓ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનો અર્પી

અભિનેતા Sonu Sood સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પ્રદીપ રાવતને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમના ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેમની ફિલ્મોના દ્રશ્યો, ડાયલોગ્સ અને યાદગાર પાત્રોને યાદ કરી રહ્યા છે.

વિલન તરીકે બનાવી આગવી ઓળખ

પ્રદીપ રાવતે માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં, પરંતુ તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ સિનેમામાં પણ પોતાની આગવી ઓળખ બનાવી હતી. ખાસ કરીને 'ગજની' ફિલ્મમાં તેમના ભજવેલા વિલનના પાત્રને આજે પણ દર્શકો યાદ કરે છે. 'લગાન'માં દેવાના પાત્ર દ્વારા પણ તેમણે દર્શકોના દિલ જીતી લીધા હતા.

મહાભારતથી શરૂ થયો હતો અભિનય સફર

ઘણા દર્શકો તેમને બી.આર. ચોપરાની લોકપ્રિય ટીવી સિરિયલ 'મહાભારત'માં અશ્વત્થામાના પાત્ર માટે પણ ઓળખે છે. ત્યારબાદ તેમણે ફિલ્મ જગતમાં પ્રવેશ કરીને અનેક શક્તિશાળી અને યાદગાર પાત્રો ભજવ્યા હતા.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ગુમાવ્યો એક દમદાર કલાકાર

પ્રદીપ રાવતના નિધન સાથે ભારતીય સિનેમાએ એક એવા કલાકારને ગુમાવ્યો છે, જેમની દમદાર સ્ક્રીન પ્રેઝન્સ, ખલનાયક તરીકેની ઓળખ અને અભિનય કળાને લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. તેમના યોગદાનને ચાહકો અને ફિલ્મ જગત ક્યારેય ભૂલી શકશે નહીં