Karan Joshi New Gujarati Film Paatki Motion Poster: અંકિત સખિયાની ફિલ્મ 'લાલો'એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચી દીધો છે અને અનેક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. 'લાલો' ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કરણ જોશી છે. તેમણે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. હવે તેમના ચાહકો માટે વધુ એક સમાચાર સામે આવ્યા છે. કરણ જોશીની આગામી નવી ગુજરાતી ફિલ્મની જાહેરાત થઈ ચુકી છે. જાણો તેના વિશે વધુ માહિતી…
'લાલો' ફેમ કરણ જોશી ગુજરાતી ફિલ્મ 'પાતકી'માં જોવા મળશે
લાલોના પાત્ર દ્વારા કરણ જોશીએ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. ત્યારે હવે તેઓ વધુ એક નવી ફિલ્મ સાથે આવી રહ્યા છે. જેની સત્તાવાર જાહેરાત ampstudio અને અવિરાત પિક્ચર દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મનું નામ છે - 'પાતકી'. આ ફિલ્મને અભિનય દેશમુખ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.

ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં એક બિલાડી જોવા મળી રહી છે, અંધારામાં એક ફ્લાવર પોટ પણ નજરે પડે છે, જ્યાંથી તે પસાર થઈ રહી છે. ફિલ્મ જોતા એવું લાગી રહ્યું છે કે આ એક હોરર ફિલ્મ હોઈ શકે છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ 'પાતકી'
દિવ્યેશ દોશી દ્વારા પ્રોડ્યુઝ આ ફિલ્મ 30 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં ગૌરવ પાસવાલા, હીતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર, કરણ જોશી, સુચિતા ત્રિવેદી, ઉજ્જવલ દવે, આકાશ ઝાલા, નિલેશ પરમાર, મકરંદ અન્નપૂર્ણા સહિતના કલાકારો જોવા મળશે.
