લોકપ્રિય સિંગર જીગ્નેશ બારોટે ધામધૂમથી ઉજવ્યો જન્મદિવસ: સોશિયલ મીડિયા પર ચાહકોનો આભાર માનતા લખી ભાવુક પોસ્ટ

જન્મદિવસની ઉજવણી બાદ જીગ્નેશ બારોટે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ભાવુક સંદેશ શેર કરીને તમામ ચાહકો અને શુભેચ્છકોનો દિલથી આભાર માન્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 04 Aug 2026 08:53 AM (IST)Updated: Tue, 04 Aug 2026 08:53 AM (IST)
gujarati-singer-jignesh-barot-celebrates-birthday-shares-emotional-post-for-fans
ગાયક જીગ્નેશ બારોટ

Jignesh Barot Birthday Celebration: ગુજરાતી લોકસંગીત અને આલ્બમ ગીતોના પ્રખ્યાત ગાયક જીગ્નેશ બારોટ (જીગ્નેશ કવિરાજ) એ તાજેતરમાં પોતાના જન્મદિવસની વિશેષ ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ પ્રસંગે સવારથી જ સોશિયલ મીડિયા પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. દેશ-વિદેશમાં વસતા લાખો ચાહકો, સંગીત જગતના સાથી કલાકારો અને મિત્રોએ તેમને આ ખાસ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

જન્મદિવસની ઉજવણી બાદ જીગ્નેશ બારોટે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ભાવુક સંદેશ શેર કરીને તમામ ચાહકો અને શુભેચ્છકોનો દિલથી આભાર માન્યો હતો. તેમણે પોતાના ચાહકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા લખ્યું હતું કે, "આજે જે પ્રેમ, માન અને લાગણી મળી... એ મારા જીવનની સૌથી કિંમતી ભેટ છે. મારા દરેક ચાહક, મિત્રો અને શુભેચ્છકોનો દિલથી આભાર. તમે મારા જન્મદિવસને માત્ર ઉજવ્યો નથી, પરંતુ તેને યાદગાર બનાવી દીધો. આપનો પ્રેમ જ મારી સૌથી મોટી તાકાત છે. હંમેશા આમ જ સાથ અને આશીર્વાદ આપતા રહેજો... હજુ ઘણી સુંદર સફર સાથે કરવી બાકી છે.

ચાહકોનો પ્રેમ જ મારી સાચી તાકાત: જીગ્નેશ બારોટ

પોતાની ગાયકી અને સ્ટેજ પ્રોગ્રામ્સથી લોકોના દિલમાં અનોખું સ્થાન બનાવનાર જીગ્નેશ બારોટે સ્પષ્ટ કર્યું હતું કે ચાહકોનો આ અપરંપાર પ્રેમ જ તેમને સતત નવું અને ઉત્કૃષ્ટ કામ કરવાની પ્રેરણા આપે છે. આ પોસ્ટ વાયરલ થતાં જ મિનિટોમાં હજારો લાઇક્સ અને કોમેન્ટ્સ આવી ગઈ હતી. ફેન્સે તેમની પોસ્ટ પર 'હેપ્પી બર્થડે કવિરાજ' અને 'જીયો હજારો સાલ' જેવી કોમેન્ટ્સ કરીને પોતાના પ્રિય કલાકાર પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જીગ્નેશ બારોટ તેમના લોકગીતો, ગરબા અને હૃદયસ્પર્શી ગીતો માટે જાણીતા છે. તેમના જન્મદિવસની આ ઉજવણી અને ફેન્સ પ્રત્યેનો ભાવુક સંદેશ દર્શાવે છે કે તેઓ પોતાના ચાહકો સાથે કેટલો મજબૂત અને લાગણીસભર નાતો ધરાવે છે.