Kinjal Dave Engagement: ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ હાલ ચર્ચામાં છે. ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. આ સાથે જ તેનો પૂર્વ મંગેતર પવન જોશી પણ ચર્ચામાં છે. તે પોતાના સોશિયલ મીડિયામાં ભારે ઈમોશનલ પોસ્ટ મૂકી રહ્યો છે. આ સાથે અનેક લોકો તેના સપોર્ટમાં પણ આવી રહ્યા છે.

પવન જોશીએ શું સ્ટોરી મૂકી છે?
પવન જોશીએ પોતાની ફેસબુક સ્ટોરી પર લખ્યું હતું કે મારું DM તમારા બધાના પ્રેમ અને સમર્થનથી છલકાઈ ગયું છે. લાફઈના દરેક ઉતાર છઢાવમાં અને મારા સારા-નરસા સમયમાં ખુશીઓથી ભરેલા મેસેજ કરવા બદલ હું તમારો આભારી છું. જીવન હંમેશા ચમકતું રહે તે જરૂરી નથી. ક્યારેક ક્યારેક આ બીજો રસ્તો હોય છે. સાચો પ્રેમ આ દુનિયામાં અસ્તિત્વમાં છે, બસ આપણે એટલા નસીબદાર હોવા જોઈએ કે આપણે તેને શોધી શકીએ. ક્યારેક મનને મનાવવું પડે છે. ભગવાનને પ્રાર્થના કે ઝડપથી આમાથી પસાર થઈ એક નવા જીવનની શરૂઆત થાય. તમારા બધાના પ્રેમ માટે દિલથી આભાર.

આ પોસ્ટ સાથે તેણે એક સ્ટોરી એ પણ મૂકી છે જેમાં બે શાયરી લખી છે….
ઇઝ્ઝત ના હો તો રિસ્તા કેસા
વો હર રિશ્તા તોડ દેતા હૈ!
આ પણ વાંચો
મર્દ અગર જિદ પર આ જાએ તો
ઈશ્ક ક્યા બાદશાહત તક છોડ દેતા હૈ.

પવન જોશીની સ્ટોરી જોતા લોકોને એવું લાગે છે કે પ્રેમમાં તેની સાથે યોગ્ય થયું નથી. પોતાની લાગણીને તે આ સમયે રોકી શક્યો નથી અને પોતાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. પવન જોશી એક્ટર, મોડલ અને કન્ટેન્ટ ક્રિએટર છે.
