Kinjal Dave Engagement: ગુજરાતી સિંગર કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. આ પહેલા કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે થઈ હતી. કોઈ કારણોસર આ સગાઈ તૂટી ગઈ હતી. હવે કિંજલ દવેની સગાઈ ફરી થતા છેલ્લા ત્રણ દિવસથી પનવ જોશી સોશિયલ મીડિયા પર દુ:ખભર્યા સ્ટેટસ મૂકી રહ્યો છે. આજે પવન જોશીએ પ્રેમાનંદજી મહારાજનું સ્ટેટસ મૂક્યું છે, તો સામે કિંજલ દવેએ પણ પ્રેમાનંદજી મહારાજનું સ્ટેટસ મૂકી તેને જવાબ આપ્યો છે. આવો જોઈએ કે બન્નેના સ્ટેટસમાં શું છે.
પવન જોશીએ મુકેલા સ્ટેટસમાં શું છે? (Pavan Joshi)
પવન જોશીએ મુકેલા સ્ટેટસમાં પ્રેમાનંદજી મહારાજ કહે છે સંસારમાં જેને પણ પ્રેમ કરો છો તે તમને અંતમાં રોવડાવશે. આજે તમે તમે ભગવાન સાથે જોડાયેલા છો તો તમે દુ:ખી છો જ્યાં સુધી તમારા પૂર્વ પાપ જોડાયેલા છે. જે દિવસે આ પાપો નષ્ટ થઈ ગયા એ દિવસે તમે આનંદિત થઈ જશો. આ સાચી વાત છે જો ભગવાનને પ્રેમ કરશો તો અંતે હસતાં હસતાં જશો. બીજા સ્ટેસટમાં પ્રેમાનંજી મહારાજ કહે છે કે મે એને પ્રેમ કર્યો છે અને તે મને પસંદ નથી કરતી, તેની પસંદગીનો કોઈ છોકરો મળી ગયો ભગવાન જીવનભર તેને સુખી રાખે.
કિંજલ દવેએ મુકેલા ઈસ્ટાગ્રામ સ્ટેસટમાં શું છે? (Kinjal Dave)
કિંજલ દવેએ મુકેલા ઈસ્ટાગ્રામ સ્ટેસટમાં પ્રેમાનંદજી મહારાજ કહે છે કે એકવાત મારી યાદ રાખજો. તમે ભગવાનના છો, તમારા જીવનમાં એજ થશે જેમાં તમારા માટે સારું હશે. મોટી મુશ્કેલી કે દુ:ખ કંઈ પણ મોકલવામાં આવી રહ્યું છે તે તમારા સારા માટે મોકલવામાં આવી રહ્યું છે. પરિણામમાં જોઈ લેવું તે સારું હશે.
આ પણ વાંચો
પ્રેમ વિશે પ્રેમાનંદજી મહારાજ શું કહે છે તે જુઓ આ બે વીડિયો માં
