Gujarati Film Laalo: લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે ગુજરાતી ફિલ્મએ 100 કરોડની કમાણી કરી ભારે ચર્ચા જગાવી છે. આ ફિલ્મમાં કરણ જોશી લાલો બન્યો હોય છે. તેની સ્થિતિ ફિલ્મમાં અત્યંત દયનિય હોય છે. લાલો ફિલ્મમાં એક સિન એવો આવે છે જેમાં તેની પત્ની તુલસી એટલે કે રિવા રચ્છ વાત જ્યારે ફોન વાત કરે છે તે ફોન આઈફોન હોવાનું સ્પષ્ટ દેખાય છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ હતો કે રિક્ષા ચલાવનાર વ્યક્તિના ઘરમાં આઈફોન કેવી રીતે આવ્યો. આ પ્રશ્નનો જવાબ ખુદ લાલો ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયાએ આપ્યો છે.
ફિલ્મ રિલિઝ થઈ ત્યારેજ તુલસીના હાથમાં આઈફોન વાળી સિને ભારે ચર્ચા જગાવી હતી. પરંતુ કોઈ તેના વિશે બોલ્યું ન હતું. ત્યારે લાલો ફિલ્મ ડિરેક્ટર અંકિત સખિયાને જ્યારે આ વિશે સવાલ કરાયો ત્યારે તેઓએ કહ્યું હતું કે આઈફોન કોમન થઈ ગયો છે. આઈફોન એટલે બતાવ્યો છે કે તે કેરેક્ટર પાસે આઈફોન છે.
મજાની વાતએ છે કે ઈસ્ટાગ્રામ પર જ્યારે અંકિત સખિયાને આ સવાલ પુછાયો તેનો વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારે લોકોએ તેમા મજેદાર કોમેન્ટ કરી છે. જેના પર આપણે અહીં નજર કરીશું. તમને પણ લોકોના જવાબ સાંભળી મજા પડશે.

આઈફો શા માટે છે, વાંચો લોકોના જવાબો
- કારણે કે સરપંચની છોકરી છે.
- ભૂલ થઈ ગઈ ભાઈ.
- અત્યારે શાકભાજીવાળા પાસે પણ આઈફોન છે.
- એ હપ્તે લીધો હતો, ઝીરો ડાઉન પેમેન્ટ xyz ફાઇનાન્સ.
- ભાઈ અત્યારે જેના જોડે રિક્ષા એ નઈ હોતી. એના જોડે પણ i phone છે.
- હું પણ ચાલું મુવીમાં આજ વિચારતો હતો.
- લાલાની ઘરવાળી રીલ બનાવવા ની શોખીન હતી અને રીલ બનાવા માં આઈફોન જ ચાલે.
- અમારી બાજુ રિક્ષાવાળા પાસે પણ આઈફોન છે.
- જ્યારે દીકરી હોસ્પિટલમાં હતી ત્યારે દવા દેવા માટે આઈફોન વેંચી દેવાની જરૂર હતી, તો લાલો દારૂ ન પીત. દીકરી કરતા આઈફોન વધારે વાલો છે
- બુધ્ધિ હલાવી પડે તુલસી અને લાલાએ લવ મેરેજ કર્યા હતા અને લાલા એ પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. એમાંથી લાલાએ તુલસી માટે આઈફોન લીધો હતો. જ્યારે વ્યાજ વસૂલી કરવા માટે ઘર ખાલી કરવા આવે છે ત્યારે તુલસી ને ખબર પડે છે કે લાલા એ પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા એટલે સ્વભાવિક છે કે લાલા એ જ્યારે તુલસી સાથે લવ મેરેજ કર્યા ત્યારબાદ વ્યાજ ના પૈસા માંથી આઈફોન લીધો હશે.
- સેકન્ડ હેડ ફોન હતો.
- ભાઈ અત્યારે તો અમુક "કામ ધંધા" વગર ના પણ "iphone" લઈને ફરે છે.
- ભાઈ પ્રશ્ન જ ખોટો તારો એ કોની છોકરી હતી બરાબર એ વખતનું વિચાર.
