Rajpal Yadav Cheque Bounce Case: તિહાર જેલમાં બંધ અભિનેતા રાજપાલ યાદવની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી યોજાઈ હતી. કોર્ટે રાજપાલ યાદવને 18 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા છે. શાહજહાંપુરમાં તેમની ભત્રીજીના લગ્ન હોવાથી, તેમાં હાજરી આપવા માટે તેમણે વચગાળાની મુક્તિની માંગણી કરી હતી, જે કોર્ટે સ્વીકારી છે.
Delhi High Court grants an interim suspension of sentence to actor Rajpal Yadav in the cheque bounce case.
— ANI (@ANI) February 16, 2026
The Court noted that Rs 1.5 crore has been deposited in the respondent’s bank account while considering the relief. It ordered the suspension of the sentence on the…
1.5 કરોડ જમા કરાવ્યા અને પાસપોર્ટ સોંપ્યો
સુનાવણી દરમિયાન રાજપાલ યાદવના વકીલે હાઈકોર્ટને માહિતગાર કર્યા હતા કે, કોર્ટની શરત મુજબ તેમણે 1.5 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) જમા કરાવી દીધો છે. આ સાથે જ કોર્ટે અભિનેતાને કડક સૂચના આપી છે કે તેમણે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે, જેથી તેઓ દેશ છોડીને જઈ શકે નહીં. હવે આ કેસની આગામી સુનાવણી 18 માર્ચે યોજાશે.
ફિલ્મ જગત મદદે આવ્યું
રાજપાલ યાદવ મુશ્કેલીમાં મુકાતા બોલિવૂડના અનેક સભ્યો તેમની મદદ માટે આગળ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમની પત્ની રાધા યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “હું અત્યારે કોઈના ચોક્કસ નામ જાહેર કરી શકતી નથી, પરંતુ ઉદ્યોગના ઘણા લોકોએ આ મુશ્કેલ સમયમાં અમને ટેકો આપ્યો છે અને મદદ માટે હાથ લંબાવ્યો છે.”
શું હતો સમગ્ર કેસ?
રાજપાલ યાદવે વર્ષ 2010માં પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ લોન ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ અને ખોટા સોગંદનામા રજૂ કરવા બદલ તેમને જેલની સજા ફટકારવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં જામીન મળતા રાજપાલ યાદવના પરિવારમાં ખુશીનો માહોલ છે. 18 માર્ચની આગામી સુનાવણીમાં જોવાનું રહેશે કે કોર્ટ તેમના જામીન લંબાવે છે કે પછી તેમને ફરી જેલ હવાલે કરવામાં આવે છે.
