1993 ની માસ્ટરપીસ કાર્ટુન ફિલ્મ Ramayana નવા અવતારો સાથે ફરી રિલીઝ થશે, જાણો ક્યારે આવી રહ્યું છે ટ્રેલર

1993 માં રિલીઝ થયેલી જાપાની ઈન્ડિયન એનિમેશન ફિલ્મ રામાયણ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ નવા અવતાર સાથે ફરી રિલીઝ થવા જઈ રહી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 08 Jan 2025 03:27 PM (IST)Updated: Wed, 08 Jan 2025 03:27 PM (IST)
ramayana-the-legend-of-prince-rama-animation-film-to-release-in-new-avatar

Ramayana Animation Film Re Release: 1993 માં રિલીઝ થયેલી જાપાની ઈન્ડિયન એનિમેશન ફિલ્મ રામાયણ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ ફરી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ જ્યારે ટીવી ચેનલો પર રિલીઝ થઈ ત્યારે તેને સારી એવી ટીઆરપી મળી છે. હવે મેકર્સ 4K માં ફરીથી ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવા જઈ રહ્યા છે. એટલું જ નહિ ફિલ્મના ઓડિયો અને વીડિયોમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે.

રામાયણનું નવું ટ્રેલર ક્યારે આવશે

રામાયણ પહેલા 18 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી જો કે ત્યારબાદ તેની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી. મેકર્સે જણાવ્યું કે દેશભરમાં જનતા પાસેથી મળેલા રિસ્પોન્સ બાદ આ નિર્ણય અમારા કમિટમેન્ટ અને એક માસ્ટરપીસ દર્શકો સુધી પહોંચાડવાની અમારી કોશિશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.ફિલ્મનું નવું ટ્રેલર 10 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ રામાયણ

મેકર્સ હિન્દીની સાથે આ ફિલ્મને તેલુગુ, અંગ્રેજી અને તમિલમાં પણ રિલીઝ કરશે. થિએટરોમાં આ ફિલ્મ 24 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. દિગ્ગજ ડાયેરક્ટર એસએસ રાજામૌલીના પિતા વિજયેન્દ્ર પ્રસાદે ફિલ્મને નવી ક્રિએટિવ એડપ્સન જોયું છે. જેમણે આ પહેલા બજરંગી ભાઈજાન અને બાહુબલી ઉપરાંત આરઆરઆર જેવી ફિલ્મોમાં તેમના યોગદાન માટે જાણીતા છે.

ફિલ્મમાં અનેક ફેરફારો કરાયા

ફિલ્મને યુગો સાકો, રામ મોહન અને કોઈચી સકાઈ દ્વારા કરવામાં આવી છે. પહેલા ફિલ્મના હિન્દી વર્ઝનમાં રામનો અવાજ અરુણ ગોવિલ, સીતાનો અવાજ નમ્રતા સાવને અને રાવણનો અવાજ અમરીશ પુરીએ આપ્યો હતો. ફિલ્મની કહાણીનું નરેશન શત્રુધ્ન સિંહાએ કર્યું હતું. હવે જ્યારે મેકર્સ કેટલાક ફેરફારો સાથે ફિલ્મને ફરી રિલીઝ કરી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે ફિલ્મમાં કયા નવા ફેરફારો થઈ શકે છે.