UpdatedIST

Rashmika Vijay Wedding: રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ, અભિનેતાનું ઘર રંગબેરંગી રોશનીથી શણગારાયું

ઉદયપુરથી 25 કિલોમીટર દૂર અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલા 'ધી મોમેન્ટોસ' નામના હિલ રિસોર્ટમાં પ્રેમી યુગલ પ્રભુતામાં પગલા માંડશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 19 Feb 2026 06:19 PM (IST)Updated: Thu 19 Feb 2026 06:19 PM (IST)
rashmika-mandanna-and-vijay-deverakonda-wedding-buzz-udaipur-luxury-venue-details-revealed-695219
HIGHLIGHTS
  • 26 ફેબ્રુઆરીએ વિજય-રશ્મિકા લગ્નગ્રંથિથી જોડાશે અને 4 માર્ચે ભવ્ય રિસેપ્શન રખાયું

Rashmika Vijay Wedding: હાલના દિવસોમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાના લગ્નની બૉલિવૂડની ફિલ્મી દુનિયામાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે, બન્નેના લગ્નને હવે ગણતરીના દિવસો જ બચ્યા છે.

તાજેતરમાં જ વિજય દેવરાકોંડાના ઝળહળતી રોશનીથી શણગારવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ લગ્નની કંકોતરી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. એવામાં બન્નેના લગ્નના કાર્ડને લઈને એક નવી જાણકારી સામે આવી છે. જેમાં વેડિંગ ઈન્વિટેશન માટે એક ખાસ બોક્સ ડિઝાઈન કરવામાં આવ્યું છે.

વિજય અને રશ્મિકા ક્યાં પ્રભુતામાં પગલા પાડશે?
આધારભૂત સુત્રો અનુસાર, રશ્મિકા અને વિજય ઉદયપુરની બહાર આવેલા એક હિલ રિસોર્ટમાં લગ્નગ્રંથિથી જોડાશે. આ માટે ઉદયપુર શહેરથી 25 કિલોમીટર દૂર અરવલ્લીના પર્વતો વચ્ચે આવેલ ITC હોટલ્સ 'ધી મોમેન્ટોસ' નક્કી કરવામાં આવી છે.

વિજય અને રશ્મિકા બન્નેના લગ્નને એકદમ ખાનગી રાખવા માંગતા હોવાથી જ આ હિલ રિસોર્ટને પસંદ કરવામાં આવ્યો છે. આ સિવાય રેફલ્સ ઉદયપુર અને ફેયરમોન્ટના નામો અંગે પણ વિચારણા ચાલી રહી છે.

2018માં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો
આગામી 26 ફેબ્રુઆરીએ વિજય અને રશ્મિકાના લગ્ન થશે, જે બાદ 4 માર્ચે ભવ્ય રિસેપ્શન યોજવામાં આવશે. જો કે દંપતીએ સત્તાવાર રીતે આ બાબતે કોઈ જાહેરાત નથી કરી. જો કે વેડિંગ કાર્ડ વાયરલ થતાં ફેન્સની આતુરતા વધી ગઈ છે.

જણાવી દઈએ કે, રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા 2018માં આવેલી તેલુગુ સુપરહિટ ફિલ્મ 'ગીથા ગોવિંદમ'ના શુટિંગ દરમિયાન મળ્યા હતા. જે બાદ બન્ને વચ્ચેની મિત્રતા ગાઢ બનતા પ્રેમ પાંગર્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના બૉલિવૂડ ફિલ્મ 'કોકટેલ 2'માં જોવા મળશે. જેમાં આ બન્ને ઉપરાંત કૃતિ સેનન અને આયુષ્માન ખુરાના સહકલાકાર તરીકે જોવા મળશે. આ સિવાય વિજય ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મ 'રાઉડી જનાર્દન'માં પણ જોવા મળશે.