Asha Bhosle Suffer Heart Attack: બોલીવુડ સિંગર આશા ભોસલેને શનિવારે કાર્ડિયક અરેસ્ટ આવ્યો છે. ત્યારબાદ તેમને આનન ફાનન સ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈની આ હોસ્પિટલમાં આશા ભોસલેની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં તેમના સ્વાસ્થ સંબંધિત અપડેટ હોસ્પિટલ તરફથી સામે આવ્યું નથી અને કોઈ જ પ્રકારની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.
#WATCH | Mumbai | Visuals from outside the Breach Candy Hospital, where legendary singer and Padma Vibhushan awardee Asha Bhosle was admitted earlier today. pic.twitter.com/uSwLrwXF4i
— ANI (@ANI) April 11, 2026
20 ભાષામાં 12000 ગીત ગાયા છે
આશા ભોસલે બોલીવુડના ખૂબ જ પ્રસિદ્ધ ગાયકો પૈકીના એક છે અને તેમણે 20થી વધારે ભાષામાં 12000થી વધારે ગીતો ગાયા છે. સંગીતના ઈતિહાસના સૌથી વધારે ગીત ગાવાનો રેકોર્ડ કરનાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ આશા ભોસલેના નામે છે. તેમનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો. તેમન નાના બહેન લગા મંગેશકર પણ ફિલ્મી દુનિયાના સુપરસ્ટાર માનવામાં આવે છે અને તેઓ સ્વરકોકિલા નામથી ઓળખવામાં આવતા હતા.
મ્યુઝીક ડાયરેક્ટર આરડી બર્મન સાથે કર્યાં હતા લગ્ન
આશા ભોસલેએ બોલીવુડના દિગ્ગજ મ્યુઝીક ડાયરેક્ટર આરડી બર્મન સાથે લગ્ન કર્યાં હતા. જેઓ પોતે પણ મ્યુઝીકની દુનિયાના સુપરસ્ટાર હતા અને હિન્દી ફિલ્મોમાં તેમનું સંગીત આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. આશા ભોસલેને વર્ષ 2008માં પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
