Batwara 1947: સની દેઓલ, પ્રીતિ ઝીન્ટા અને કરણ દેઓલ 'બટવારા 1947'ના પ્રમોશન માટે અમદાવાદમાં, ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો

સની દેઓલ, કરણ દેઓલ અને પ્રીતિ ઝીન્ટા તેમની આગામી ફિલ્મ 'બટવારા 1947'ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા. તેમણે અટલ બ્રિજની મુલાકાત લીધી, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 05 Aug 2026 10:00 PM (IST)Updated: Wed, 05 Aug 2026 10:00 PM (IST)
sunny-deol-karan-deol-and-preity-zinta-visit-ahmedabad-for-batwara-1947-promotion-enjoy-gujarati-thali

Batwara 1947 Promotion: હાલના દિવસોમાં સની દેઓલ પોતાની આવનારી ફિલ્મ 'બટવારા 1947'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આગામી 14 ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ ફિલ્મની સ્ટારકાસ્ટ સની દેઓલ, કરણ દેઓલ અને પ્રીતિ ઝીન્ટા પ્રમોશન માટે અમદાવાદના આવ્યા હતા.

અટલ બ્રિજ પર પહોંચેલા સની દેઓલને જોવા લોકો અધીરા બન્યા

અમદાવાદના મહેમાન બનેલા સની દેઓલ, કરણ દેઓલ અને પ્રીતિ ઝીન્ટાએ સૌ પ્રથમ સાબરમતી રિવરફ્રન્ટ પહોંત્યા હતા. જ્યાં ફિલ્મની સ્ટારકાસ્ટે અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. અટલ બ્રિજ પર સની દેઓલે પુત્ર કરણ દેઓલ સાથે ચાની ચુસકી માણી હતી. આ સમયે પોતાના ફેવરિટ અભિનેતાની એક ઝલક નિહાળવા માટે ફેન્સ ઉમટી પડ્યા હતા. અહીં અભિનેતાએ રિવરફ્રન્ટ પરથી શહેરની સુંદરતાને નિહાળી હતી.

રિવરફ્રન્ટ પરથી સની દેઓલ, પ્રીતિ ઝીન્ટા અને કરણ દેઓલ સિલ્વર ઑક યુનિવર્સિટી પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ ફિલ્મ સાથે સંકળાયેલી અનેક વાતો શેર કરી હતી. પોતાના અમદાવાદ પ્રવાસ દરમિયાન સની દેઓલ, કરણ દેઓલ અને પ્રીતિ ઝીન્ટાએ શહેરના પકવાન ડાઈનિંગ હોલમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો.


'ભારત મેરી માઁ હૈ, તો પાકિસ્તાન મૌસી હૈ'

આગામી 14 ઓગસ્ટે થીયેટરમાં રિલીઝ થવા જઈ રહેલા સની દેઓલની આ ફિલ્મ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત છે, જેને જાણીતા ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ ડિરેક્ટ કરી છે.

તાજેતરમાં જ ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં સની દેઓલે પિતા ધર્મેન્દ્રને યાદ કર્યા હતા. જેમાં સનીએ એક પ્રશ્નના જવાબમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ ફિલ્મનું શુટિંગ પાકિસ્તાનમાં નહીં, પરંતુ ભારતમાં જ થયું છે. એક સમય એવો હતો, જ્યારે આખો દેશ એક જ હતો. મારા પપ્પા કહેતા હતા કે, ભારત મારી માતા છે, તો પાકિસ્તાન મારી માસી છે, જેને તમે સૌ કોઈ જાણો જ છો. આપણે સૌ એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છીએ।