Traffic Police Rules: શું ટ્રાફિક પોલીસ રસ્તા પર તમારો ફોન ચેક કરી શકે? જાણો કાયદો અને તમારા નાગરિક અધિકારો

ઘણીવાર ટ્રાફિક પોલીસચાલકોનો મોબાઈલ ફોન ચેક કરવાની કે તેને જપ્ત કરવાની કોશિશ કરતી હોય છે. પરંતુ શું ટ્રાફિક પોલીસ પાસે આવો કોઈ કાનૂની અધિકાર છે? કાયદો અને બંધારણ આ અંગે વાહનચાલકોને કયા અધિકારો આપે છે, ચાલો વિગતવાર સમજીએ.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 03 Aug 2026 08:52 AM (IST)Updated: Mon, 03 Aug 2026 08:52 AM (IST)
can-traffic-police-check-your-mobile-phone-know-your-rights
ટ્રાફિક પોલીસ

Traffic Police Rules: ઘણીવાર રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર ટ્રાફિક પોલીસચાલકોનો મોબાઈલ ફોન ચેક કરવાની કે તેને જપ્ત કરવાની કોશિશ કરતી હોય છે. પરંતુ શું ટ્રાફિક પોલીસ પાસે આવો કોઈ કાનૂની અધિકાર છે? કાયદો અને બંધારણ આ અંગે વાહનચાલકોને કયા અધિકારો આપે છે, ચાલો વિગતવાર સમજીએ.

1) ટ્રાફિક પોલીસ પાસે માત્ર દસ્તાવેજો ચેક કરવાનો અધિકાર

ભારતીય મોટર વાહન અધિનિયમ (Motor Vehicles Act) મુજબ, રસ્તા પર ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસને માત્ર તમારા વાહન અને ડ્રાઇવિંગ સંબંધિત અધિકૃત દસ્તાવેજો જ માંગવાનો અધિકાર છે. આ દસ્તાવેજોમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:

  • ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License)
  • વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC Book)
  • વાહનનું પીયુસી (PUC Certificate)
  • વાહનનો વીમો (Vehicle Insurance)

 

2) ગોપનીયતાનો અધિકાર (Right to Privacy)

ભારતના બંધારણના આર્ટિકલ 21 હેઠળ દેશના દરેક નાગરિકને 'ગોપનીયતાનો મૂળભૂત અધિકાર' (Right to Privacy) મળેલો છે. તમારો મોબાઈલ ફોન એ તમારી સંપૂર્ણપણે અંગત અને ખાનગી મિલકત છે. તમારી સ્પષ્ટ મંજૂરી કે પરવાનગી વગર કોઈ પણ ટ્રાફિક પોલીસકર્મી તમારો ફોન અનલોક કરી શકતો નથી કે તેની અંદર રહેલો પર્સનલ ડેટા, ચેટ્સ કે ગેલેરી ચેક કરી શકતો નથી.

3) ગેરવર્તણૂક અને બળજબરી સામે રક્ષણ

કોઈ પણ ટ્રાફિક પોલીસકર્મી તમારી પરવાનગી વગર તમારા હાથમાંથી જબરદસ્તી ફોન છીનવી શકે નહીં, તમારી સાથે ગેરવર્તન કરી શકે નહીં કે તમારા વાહનની ચાવી પણ કાઢી શકે નહીં. આવું કરવું એ ગેરકાનૂની છે.

પોલીસ ક્યારે તમારો ફોન ચેક કે જપ્ત કરી શકે?

ટ્રાફિક સામાન્ય નિયમભંગ માટે ફોન ચેક કરી શકતી નથી. પરંતુ સ્થાનિક પોલીસ (Local Police) કે ક્રાઈમ બ્રાન્ચ ચોક્કસ ગંભીર સંજોગોમાં જ તમારો ફોન ચેક કરી શકે છે:

  • 1) જો તમારી સામે કોઈ ગંભીર ગુના અંગેની FIR નોંધાયેલી હોય.
  • 2) જો પોલીસ પાસે તમારો ફોન ચેક કરવા માટે કોર્ટનું સર્ચ વોરંટ (Search Warrant) હોય.
  • 3) કોઈ મોટા ગુનાની કાનૂની તપાસમાં તમારો ફોન પુરાવા (Evidence) તરીકે અનિવાર્ય હોય.

 

ટ્રાફિક પોલીસ ફોન ચેક કરવાની જીદ કરે તો શું કરવું?

જો કોઈ ટ્રાફિક પોલીસકર્મી ગેરકાયદેસર રીતે તમારો ફોન માંગે કે દબાણ કરે, તો ગભરાવાને બદલે શાંતિથી કાયદાકીય માર્ગ અપનાવો:

  • પોલીસકર્મીનું નામ અને વર્દી પરનો બેજ નંબર નોંધી લો.
  • તુરંત ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમ (112) પર કૉલ કરીને ઘટનાની જાણ કરો.
  • તે વિસ્તારના ઉચ્ચ અધિકારી (Traffic DCP/ACP) ને લેખિતમાં ફરિયાદ દાખલ કરો.