Ahmedabad News Today Live: અમદાવાદ શહેરમાં 60 કિમીથી વધુ વિસ્તારમાં ફેલાયેલા મેટ્રો રેલ નેટવર્કની સુરક્ષા અને મુસાફરોની સુવિધા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત મેટ્રો ટ્રેનની અંદર થતા ગુનાઓ કે મિલકતને નુકસાનના કિસ્સામાં હવે સેક્ટર મુજબ અલગ પોલીસ સ્ટેશનો ફાળવવામાં આવ્યા છે. સેક્ટર-1 હેઠળના પશ્ચિમ અને મધ્ય અમદાવાદના વિસ્તારો માટે પાલડી પોલીસ સ્ટેશન અને સેક્ટર-2 હેઠળના પૂર્વ અમદાવાદના વિસ્તારો માટે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની રહેશે. જોકે, મેટ્રો ટ્રેન કે સંપત્તિ સિવાયના અન્ય બનાવો (જેમ કે પ્લેટફોર્મ પર મારામારી) માટે જે-તે સ્થાનિક પોલીસ સ્ટેશને જ કાર્યવાહી કરવાની રહેશે, જેથી મુસાફરોને ફરિયાદ પ્રક્રિયામાં સરળતા રહેશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આજે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
અમદાવાદની દિવાન બલ્લુભાઈ સ્કૂલની વાન બીઆરટીએસ કોરિડોરની લોખંડની રેલિંગ સાથે અથડાઈ છે. આ બનાવ ખોડિયાર નગર વિસ્તારમાં બન્યો છે. આ વાનમાં 10 બાળકો સવાર હોવાનું જાણવા મળ્યું છે, સદનસિબે જાનહાની થઈ નથી. તમામ બાળકો સલામત છે.
અમદાવાદ શહેરમાં 60 કિમીથી વધુ વિસ્તારમાં ફેલાયેલા મેટ્રો રેલ નેટવર્કની સુરક્ષા અને મુસાફરોની સુવિધા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત મેટ્રો ટ્રેનની અંદર થતા ગુનાઓ કે મિલકતને નુકસાનના કિસ્સામાં હવે સેક્ટર મુજબ અલગ પોલીસ સ્ટેશનો ફાળવવામાં આવ્યા છે. સેક્ટર-1 હેઠળના પશ્ચિમ અને મધ્ય અમદાવાદના વિસ્તારો માટે પાલડી પોલીસ સ્ટેશન અને સેક્ટર-2 હેઠળના પૂર્વ અમદાવાદના વિસ્તારો માટે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની રહેશે. જોકે, મેટ્રો ટ્રેન કે સંપત્તિ સિવાયના અન્ય બનાવો (જેમ કે પ્લેટફોર્મ પર મારામારી) માટે જે-તે સ્થાનિક પોલીસ સ્ટેશને જ કાર્યવાહી કરવાની રહેશે, જેથી મુસાફરોને ફરિયાદ પ્રક્રિયામાં સરળતા રહેશે.
2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરની પરિવહન વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી અનોખું જાહેર એક્ઝિબિશન ‘AmdavadNXT’ યોજવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી ત્રણ દિવસીય દરમિયાન રિવરફ્રન્ટ હાઉસ ખાતે સવારે 10 કલાકે યોજાશે. આ એક્ઝિબિશન તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરમાં જાહેર પરિવહનને મજબૂત બનાવી સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો-કેન્દ્રિત મોબિલિટી અંગે શહેરવ્યાપી ચર્ચા શરૂ કરવાનો છે.

અમદાવાદમાં નગરદેવી માતા ભદ્રકાળી માતાજીની નગરયાત્રા 26 ફેબ્રુઆરીના રોજ નિકળશે. આ નગરયાત્રાનો રૂટ પર નક્કી કરાયો છે. આ અવરસને લઈને ભાવિકોમાં ઉત્સાહ છે.