Ahmedabad News Today Live: અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા 9 નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ મંજૂર કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેનાથી સાણંદ, કલોલ અને દહેગામ સુધીના વિસ્તારોમાં વિકાસનો નવો રૂટ તૈયાર થશે. આ મહત્વકાંક્ષી આયોજન હેઠળ સઈજ, નિધરાડ, કાણેટી અને ગોધાવી જેવા વિસ્તારોને સાઈન્સ સિટી રોડ (SBR) સાથે કનેક્ટિવિટી મળશે, જે ઔદ્યોગિક અને રહેણાંક હેતુ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ નવી સ્કીમ્સ અમલમાં આવવાથી આધુનિક ગટર વ્યવસ્થા, પહોળા રસ્તા અને બગીચા જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે, સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા ઉછાળાની શક્યતા છે. જોકે, આ ટીપી સ્કીમોને પ્રારંભિક મંજૂરી મળ્યા બાદ વાંધા-સૂચનોના નિકાલની પ્રક્રિયા પૂર્ણ થતા આશરે બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા 9 નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ મંજૂર કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેનાથી સાણંદ, કલોલ અને દહેગામ સુધીના વિસ્તારોમાં વિકાસનો નવો રૂટ તૈયાર થશે. આ મહત્વકાંક્ષી આયોજન હેઠળ સઈજ, નિધરાડ, કાણેટી અને ગોધાવી જેવા વિસ્તારોને સાઈન્સ સિટી રોડ (SBR) સાથે કનેક્ટિવિટી મળશે, જે ઔદ્યોગિક અને રહેણાંક હેતુ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ નવી સ્કીમ્સ અમલમાં આવવાથી આધુનિક ગટર વ્યવસ્થા, પહોળા રસ્તા અને બગીચા જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે, સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા ઉછાળાની શક્યતા છે. જોકે, આ ટીપી સ્કીમોને પ્રારંભિક મંજૂરી મળ્યા બાદ વાંધા-સૂચનોના નિકાલની પ્રક્રિયા પૂર્ણ થતા આશરે બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.
કોમનવેલ્થ કનેક્ટ ફોરમના ભાગરૂપે ભારતની મુલાકાતે આવેલા યુકેના વેસ્ટ મિડલેન્ડ્સના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલા ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી અને શહેરના વરિષ્ઠ અધિકારીઓ તેમજ શહેરી પરિવહન ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. પ્રતિનિધિમંડળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, IAS અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના ચેરમેન શ્રી આઈ.પી. ગૌતમ તેમજ શહેરના અર્બન મોબિલિટી ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા નિષ્ણાતો અને સ્ટેકહોલ્ડર્સ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.