Ahmedabad: કાર્યકર્તાને ડે. CM હર્ષ સંઘવીએ પીરસી ચા, કહ્યું-"આ સંગઠન નહીં, પણ પરિવાર છે."

અમદાવાદના વિવિધ વોર્ડમાં ભાજપની ચૂંટણી સભાઓ યોજાઈ હતી.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 15 Apr 2026 11:07 AM (IST)Updated: Wed 15 Apr 2026 11:07 AM (IST)
ahmedabad-election-2026-harsh-sanghavi-serve-tea-to-worker-bjp-election-campaign-728279
HIGHLIGHTS
  • અમદાવાદમાં ભાજપનો ચૂંટણી પ્રચાર
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા
  • કાર્યકરને પોતાના હાથથી ચા પીરસી

Ahmedabad Election 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. મંગળવારના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.

ચૂંટણી સભામાં જોડાયા ડે. CM હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાં આયોજીત ચૂંટણી પ્રચાર રેલી અને જનસભામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ બાપુનગર વોર્ડ, સૈજપુર વોર્ડ અને સરદારનગર વોર્ડ ઉપરાંત ઇન્ડિયા કોલોની મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમ અને જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા.

ડે. CM હર્ષ સંઘવીએ કાર્યકર્તાને પીરસી ચા

બાપુનગર વોર્ડમાં આયોજીત સભા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યકરને પોતાના હાથથી કપમાં ચા પીરસી હતી. આ અંગે તેઓએ પોસ્ટ કરતા લખ્યું કે, "ભાજપ કોઈ પક્ષ નથી, તે એક પરિવાર છે." આવા દ્રશ્યો ખરેખર તે ભાવનાને જીવંત કરે છે. જ્યાં એક પદાધિકારી ફક્ત પોતાની ફરજો જ પૂર્ણ કરી રહ્યો નથી, પરંતુ પોતાના હાથે, દરેકને ચા પીરસી રહ્યો છે.

સેવા, સ્નેહ અને આત્મીયતાનું એક અદ્ભુત ઉદાહરણ રજૂ કરી રહ્યો છે. આ ફક્ત એક નાનું કાર્ય નથી... તે તે માનસિકતાનું પ્રતીક છે જ્યાં મૂલ્યો સંગઠન પહેલાં આવે છે. જ્યાં પરિવારની ભાવના પદ પહેલાં આવે છે. આવું પોતાનાપણું, આવી નિઃસ્વાર્થ સેવા, અને પરિવાર પ્રત્યે અતૂટ સમર્પણ, આ એક સાચા ભાજપ કાર્યકરની સાચી ઓળખ છે. આ સંગઠન નહીં, પણ પરિવાર હોવાની વાસ્તવિક વ્યાખ્યા છે.

સૈજપુર બોઘા વોર્ડમાં 'વિકાસ સંકલ્પ સભા'

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરતા લખ્યું કે, દરેક આત્માના ધબકારા, ભાજપની જીતનો શંખનાદ! આજે સૈજપુર બોઘાની માટીથી, જે 'વિકાસ સંકલ્પ' લેવામાં આવ્યો છે તે સમગ્ર અમદાવાદમાં ગુંજતો રહે છે. સભામાં હાજર વડીલો, યુવાનો અને માતાઓ-બહેનોની આંખોમાં દેખાતો સંતોષ આપણી ગતિશીલતાનું બળતણ છે. આ સંતોષ જોવાનું અમને સૌભાગ્ય મળ્યું.

ભારતીય જનતા પાર્ટીએ હંમેશા લોકોની સેવાને પોતાનું સર્વોચ્ચ કર્તવ્ય માન્યું છે. ગઈકાલનું અમદાવાદ અને આજનું આધુનિક અમદાવાદ - આ પરિવર્તન ભાજપની અદમ્ય રાજકીય ઇચ્છાશક્તિ દ્વારા સમર્થિત છે. અમે નકારાત્મકતામાં નહીં, પરંતુ પરિણામલક્ષી વિકાસમાં માનીએ છીએ.