ટ્રાફિકમાં નહીં ફસાય જિંદગી: અમદાવાદના ચાર રસ્તાઓ પર '108' આવતા લાલ સિગ્નલ ઓટોમેટિક ગ્રીન થઈ જશે

એમ્બ્યુલન્સ ઘણીવાર ટ્રાફિકમાં ફસાઈ જવાથી દર્દીઓનો જીવ જોખમાય છે. ત્યારે આ સમસ્યાના કાયમી નિકાલ માટે ગ્રીન કોરિડોર સિસ્ટમ વિકસાવાઈ છે. જે ટૂંક સમયમાં અમદાવાદમાં પણ લાગુ કરાશે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 08 Apr 2026 09:51 AM (IST)Updated: Wed 08 Apr 2026 09:51 AM (IST)
ahmedabad-news-108-ambulance-automatic-green-signal-system-green-corridor-723802

Ahmedabad News: મેટ્રો સિટી અમદાવાદમાં સતત વધતા જતા ટ્રાફિકને લીધે ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સને ઘણી વખત ટ્રાફિક જંકશનથી પસાર થવામાં મોડું થઈ જાય છે. જેના લીધે ગંભીર બનાવમાં સારવારના કિમતી સમયમાં સેકન્ડના વિલંબને લીધે દર્દીઓનો જીવ જોખમમાં મૂકાય છે.

ગ્રીન કોરિડોર સિસ્ટમ વિકસાવાઈ

આ સમસ્યા કાયમી ઉલ્લેખ માટે ગ્રીન કોરિડોર સિસ્ટમ વિકસાવાઈ છે. આ સિસ્ટમનો ઉદેશ્ય એ છે કે, રસ્તા પર 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ જો સિગ્નલ રેડ હોય તો તે ઓટોમેટિક ગ્રીન થઈ જશે.

અમદાવાદમાં સિસ્ટમ લાગુ કરાશે

હાલ ખાનગી સંસ્થાના સહયોગથી સુરત મનપા અને 108 ઈમરજન્સી સેવાના સંયુક્ત ઉપક્રમે ગ્રીન કોરડોર સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે. આ પાઈલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ ગુજરાતના વિવિધ શહેર અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં પણ અમલમાં મૂકવામાં આવશે.

જાગૃક નાગરિકની શું છે ફરજ?

ટેકનોલોજી ભલે ગમે એટલી હાઈટેક કેમ ન હોય પરંતુ સજાગ નાગરિકોના સાથ વગર એ અધૂરી છે. કંટ્રોલ રુમ ભલે સિગ્નલ ગ્રીન કરી દે, પરંતુ જો વાહનચાલકો રસ્તો રોકીને ઊભા રહેશે. તો આખી સિસ્ટમ નિષ્ફળ જશે. તો જ્યારે પણ એમ્બ્યુલન્સની સાયરન સંભળાય તો વાહન ડાબી બાજુમાં મૂકીને રસ્તો આપવો જોઈએ. જેથી દર્દીનો જીવ તાત્કાલિક બચાવી શકાય.

બીજા વિસ્તારોમાં પણ સેવા શરુ કરાશે

108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરના જણાવ્યા મુજબ, હાલ GPS ડિવાઈસ સિસ્ટમ 108 એમ્બ્યુલન્સમાં ઇન્સ્ટોલ કરી શહેરના વિવિધ વિસ્તારમાં શરુ કરી દેવાઈ છે. આગામી સમયમાં પણ બીજા વિસ્તારોમાં પણ શરુ કરાશે. જેથી દર્દીનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાય તો લોકોનું જીવન બચાવી શકાશે.