Amc Election 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારો મેદાને ઉતરી ગયા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીમાં વિજેતા બનવા માટે પૂરુ જોર લગાવી દિધું છે. જોકે, આ વખતે સૌથી પરંતુ આ વખતે સૌથી ચર્ચાસ્પદ ચૂંટણી ચાંદખેડા વોર્ડમાં થશે. હવે એક જ પરિવારની સીધી ટક્કર સર્જાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા ફરીવાર પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે. તો બીજી બાજુ ભાજપે પણ રાજશ્રી કેસરીના કૌટુંબિક ભાઈ યશ જાદવને ટિકિટ આપી છે. જેથી હવે પેનલ જીતાડવા માટે કૌટુંબિક ભાઈ અને બહેન એકબીજાને હરાવવા માટે પ્રચાર કરી રહ્યા છે.
બહેન અને ભાઈ વચ્ચે સીધી ટક્કર
કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને ચૂંટણી લડવા માટે ફરી એક વાર ટિકીટ આપી મેદાને ઉતાર્યા છે. તેમની સાથે પેનલ પણ ઉતારાઈ છે. જ્યાં બીજી બાજુ ભાજપ દ્વારા રાજશ્રીબેનના કૌટુંબિક ભાઈ યશ જાદવને ટિકિટ આપીને સૌ કોઈને ચૌંકાવી દીધા છે. જેના લીધે ચાંદખેડાની ચૂંટણી હવે રાજકીય કરતા વધારે પારિવારિક જંગ ગઈ છે. રાજશ્રી કેસરીએ પૂર્વ કોર્પોરેટર તરીકે તેમને કરેલા વિકાસના અનેક કામોનો દાવો કરાયો છે. જેના પર તેઓ મતદારોને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે.
કોંગ્રેસ અને ભાજપ ઉમેદવાર પ્રચાર કરી રહ્યા છે.
રાજશ્રીબેન કેસરી સાથે પેનલ પણ વિસ્તારમાં લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યાં એક બાજુ ભાજપના ઉમેદવાર યશ જાદવ પણ મેદાને છે. ભાજપ ઉમેદવાર યશ જાદવ પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે, જોકે, અગાઉ તેમના પિતા ચૂંટણી લડ્યા હતા. જો કે, પેનલને જીતાડવા માટે બંને ઉમેદવારોએ જોરદાર પ્રચાસ શરુ કર્યો છે. જ્યાં એક તરફ રાજશ્રીબેન કેસરી પેનલને જીતાડવા માટે ભાઇને હરાવવાની માટેનો માસ્ટર પ્લાન બનાવી રહ્યા છે. તો બીજી બાજુ ભાજપ ઉમેદવાર પેનલ જીતે અને બહેનને હરાવવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
યશ જાદવે બહેન રાજશ્રી પર ચલાવ્યા શાબ્દિક બાણ
પારિવારિક સંબંધ હોવાને લીધે રાજકીય માહોલ ખૂબ જ ગરમાયો છે. ભાઈ યશ જાદવે પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ ઉમેદવાર રાજશ્રીબેન કેસરી પર આકરા પ્રહાર કર્યા છે. યશ જાદવે દાવો કર્યો કે, રાજશ્રીબેન ભલે પૂર્વ કોર્પોરેટર હોય પણ તેમને મતદારોને આકર્ષવા માટે ભાજપે કરેલા વિકાસ કાર્યો ગણાવવા પડે છે. જ્યાં બીજી બાજુ બહેન રાજશ્રી કેસરીએ પણ દાવો કર્યો કે, 10 વર્ષમાં જનતા માટે ઘણા મુદ્દાઓ લઈને અવાજ ઉઠાવ્યો છે. માટે લોકો તેમની પેનલને પસંદ કરશે
ભાજપના ઉમેદવાર યશ જાદવના જણાવ્યા મુજબ, ભારતીય જનતા પાર્ટીએ લોકોને વિકાસને લઈને વાતો કરી છે. અમે લોકો માત્ર વિકાસના કામોને લઈને જ પ્રચાર કરીએ છીએ. જરુરિયાતમંદ લોકો માટે યોજના બનાવીએ છીએ. તેમજ સમાજની સેવા કરીએ છીએ. ચાંદખેડા વિસ્તારમાં દરેક જગ્યાએ રસ્તા બન્યા છે. હવે જરૂરિયાત ચાંદખેડાને મોડલ બનાવવાની છે. દરેક વોર્ડમાં સરકારી શાળાઓ અને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે.
રાજશ્રી કેસરીએ કહ્યું મારો ભાઈ ભાજપનો ઉમેદવાર છે.
ચાંદખેડા વોર્ડ પરથી ઉભેલા કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબેન કેસરીના જણાવ્યા અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં મુખ્ય પાયાની જરૂરિયાત છે. જેથી ગટર, રોડ રસ્તાની સમસ્યાઓને લઈને ચાલીએ છીએ. પાણી નથી પહોંચતુ તો પાણી પહોંચાડવાની જવાબદારી અમારી છે. ગયા વખતે 5 પાણીની ટાંકી બનાવી છે. અમે ફરીવાર 2026માં અમારા પ્રશ્નોને લઈને ચાલીએ છીએ. 2010માં પણ અમે આમને સામને ચૂંટણી લડ્યા છીએ. મારો ભાઈ ભાજપ માટે લડે છે અને હું કોંગ્રેસ તરફથી લડી રહી છું.
