Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા સહિત જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી આગામી 26મી એપ્રિલના રોજ યોજાવવાની છે. જે માટે મતદાન મથક પર સવારના 7 થી સાંજના 6 દરમિયાન 800 મતદારો વચ્ચે 11 કલાક એટલે 660 મિનિટનો સમય મળશે. AMC સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્રે સૂચના જારી કરી છે.
મતદાર ને 50 સેકન્ડનો સમય મળશે
મતદાન મથકમાં એક મતદારને ચાર મત આપીને રજીસ્ટરનું બટન દબાવવા સાથે આશરે 1 મિનિટ જેટલો સમય લાગશે. ઉપરાંત ચૂંટણી સમયમર્યાદા મુજબ ગણતરી કરવામાં આવે તો એક મતદાતાના ભાગે 0.825 એટલે 50 સેકન્ડ જેટલો સમય મળશે. જ્યારે કોઈ મતદાન મથક પર 900 મતાદાર હશે, તો તેમને મતદાન કરવા માટે 45 સેકન્ડ મળશે. જો 1000 મતદારો હશે, ત્યાં મતદાનમાં સમય વધુ લાગી શકે છે. જો મતદાન કર્યા સમયે ભીડ વધી જાય તો એક મતદાર માટેનો સરેરાશ સમયમાં વધારો થઈ શકે છે.
મતદાન બાદ રજીસ્ટર બટન દબાવવું
મતદાન મથકમાં મત આપીને બહાર નીકળતા ઉમેદવારોને દોઢ મિનિટનો સમય લાગી જાય છે. તેમજ વયોવૃદ્ધ મતદારોને 2 મિનિટનો સમય લાગી જાય છે. જેથી આજે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેરના નાગરિકો જ્યારે મત આપે ત્યારે વોર્ડ દીઠ 4 ઉમેદવારોને મત આપ્યા પછી રજીસ્ટર બટન દબાવીને બીપ અવાજ આવે તે ચકાસવું જરુરી છે.
મતદાન બાદ પીળું બટન દબાવવું ફરજિયાત
સરેરાશ 800 મતદારો ધરાવતા મથક પર દરેક મતદારને અંદાજે 50 થી 60 સેકન્ડનો ટાઈમ મળશે. પરંતુ, સિનિયર સિટીઝનને 2 મિનિટ જેટલો સમય લાગી શકે છે. વોર્ડ દીઠ 4 બેઠકો હોવાથી, મતદારે બેલેટ યુનિટમાં પોતાની પસંદગીના 4 ઉમેદવારોના નામ સામેના વાદળી બટન દબાવવાના રહેશે. મતદાન કર્યા સમયે લાલ લાઈટ થશે છેલ્લે પીળું રજીસ્ટર બટન દબાવવું ફરજિયાત છે, જેની સાથે લાંબું બીપ અવાજ સંભળાશે. જે દર્શાવે છે કે, તમારુ મતદાન સફળતાપૂર્વક થઈ ગયું છે. જો મતદાર કોઈને પસંદ કરવા માંગતા ન હોય, તો નોટાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.
