Ahmedabad News: બિહારના નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ બિહારના મુંગેર પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ધમકી આપનારા 32 વર્ષીય યુવક શેખર ક્રિષ્ના યાદવની ધરપકડ કરી લેવાઈ છે. યુવક શેખર યાદવ સાણંદ તાલુકાના નિધરાડમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
ધમકી આપનાર ઈસમ ઝડપાયો
બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મુંગેર પોલીસમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સાણંદ પોલીસે બિહાર પોલીસ સાથે સંકલન સાધીને મોબાઈલ નંબર ટ્રેસ કરીને આરોપીને ઝડપી લીધો હતો.
સમ્રાટ ચૌધરી 2 દિવસ પહેલા જ બિહારના CM બન્યા
સમ્રાટ ચૌધરી 15 એપ્રિલના રોજ બિહારનાં 24માં મુખ્યમંત્રી બન્યા હતા. જે બાદ બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈને લોકભવનમાં તેમને મુખ્યમંત્રી પદે શપથ લેવડાવ્યા હતા. બિહારની નવી સરકારમાં JDUમાંથી બિજેન્દ્ર યાદવ અને વિજય ચૌધરીએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી નીતિશકુમાર આ કાર્યક્રમમાં હાજર હતા.
