Ahmedabad Rath Yatra Prasad: રથયાત્રામાં કેમ અપાય છે મગ-જાંબુનો પ્રસાદ, આસ્થા અને સ્વાસ્થ્યનું અનોખું કનેક્શન જાણો

આ વખતે જગન્નાથની રથયાત્રામાં ભક્તો માટે મોટાપાયે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 45 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી ઉપરાંત દાડમ સહિતના પ્રસાદના 2 લાખ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 15 Jul 2026 07:43 PM (IST)Updated: Wed, 15 Jul 2026 07:43 PM (IST)
ahmedabad-rath-yatra-health-benefits-and-significance-of-moong-jamun-and-cucumber-prasad
HIGHLIGHTS
  • રથયાત્રામાં ભક્તોને 45 હજાર કિલો મગ, 500 કિલો જાંબુનો પ્રસાદ અપાશે

Ahmedabad Rath Yatra Prasad: આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. આ રથયાત્રામાં 101 ટ્રકો, 30 અખાડા, 18 શણગારેલા હાથી ઉપરાંત 18 જેટલી ભજન મંડળી સામેલ થશે.

ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા માટે નીકળશે, ત્યારે ઠેર-ઠેર ભક્તોને આપવામાં આવતા મગ, કાકડી અને જાંબુના પ્રસાદનું પણ આગવું મહત્ત્વ છે. મગ, કાકડી અને જાંબુ જેવા પ્રસાદ આસ્થાનું પ્રતીક હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક ગણાય છે.

 

45 હજાર કિલો મગ, 500 કિલો જાંબુનો પ્રસાદ વહેંચાશે

આ વખતે જગન્નાથની રથયાત્રામાં ભક્તો માટે મોટાપાયે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 45 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી ઉપરાંત દાડમ સહિતના પ્રસાદના 2 લાખ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. જે રથયાત્રાના રૂટ પર ભક્તોને આપવામાં આવશે. તો ચાલો જાણીએ રથયાત્રામાં ભક્તોને આપવામાં આવતા પ્રસાદનું આગવા મહત્ત્વ વિશે...

  • સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ જાંબુઃ કાળા જાંબુ ઔષધીય ગુણોથી ભરપુર હોવાથી તેને સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ ગણવામાં આવે છે. આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપુર જાંબુ પાચન, દાંત, આંખો, ચહેરા અને કિડની સ્ટોન ઉપરાંત ડાયાબિટીશને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. જાંબુમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ ઉપરાંત જાંબુમાં પાણી પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે બોડીને હાઈડ્રેટ રાખવામાં મદદરૂપ થાય છે.
  • બીમારીઓને દૂર રાખતા મગઃ રથયાત્રાના દિવસે પ્રસાદમાં આપવામાં આવતા ફણગાવેલા મગ પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપુર હોય છે. ફણગાવેલા મગ પાચનને મજબૂત બનાવે છે અને ઝડપથી વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત મગ હાર્ટને હેલ્થી રાખવા અને ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. ફણગાવેલા મગ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત હોવાથી તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. રથયાત્રામાં ભક્તો આખો દિવસ ભગવાનના રથ સાથે રહેતા હોવાથી ફણગાવેલા મગ ખાવાથી તેમને ભૂખ નથી લાગતી અને તેઓ આખો દિવસ ઉર્જાથી ભરપુર રહે છે.
  • આખો દિવસ ફ્રેશ રાખશે કાકડીઃ જાંબુની માફક કાકડી પણ પાણીથી ભરપુર હોય છે. રથયાત્રામાં હવામાં ભેજના કારણે ભક્તોને પરસેવો વધારે વળે છે, જેના પરિણામે શરીરમાં પાણીની કમી થઈ જાય છે.આથી જ ભક્તોને કાકડીનો પ્રસાદ આપવામાં આવે છે. કાકડી શરીરને ડિહાઈડ્રેશનથી બચાવે છે અને પેટને પણ ઠંડક આપે છે. આ ઉપરાંત કાકડીમાં સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખીને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.