UpdatedIST

AMC Draft Budget: અમદાવાદ કોર્પોરેશનનું 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ, એલિવેટેડ કોરિડોરથી લઈ AI સ્ટ્રીટ લાઇટ સુધી, શહેરને મળશે નવી ઓળખ

આ વર્ષે ફ્લોપ થવા છતાં 2027ના અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શૉ માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. AMCએ ફ્લાવર શૉ પાછળ 17 કરોડ ખર્ચ્યા, જેની સામે માત્ર 11.6 કરોડની આવક થઈ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 04 Feb 2026 04:39 PM (IST)Updated: Wed 04 Feb 2026 04:39 PM (IST)
amc-draft-budget-2026-27-big-focus-on-infrastructure-transport-and-smart-city-projects-685754
HIGHLIGHTS
  • સાબરમતી રિવરફ્રન્ટ પર ટ્રોપિકલ ફોરેસ્ટ બનાવવામાં આવશે

AMC Draft Budget 2026-27: આજે અમદાવાદ શહેરનું વર્ષ 2026-27નું ડ્રાફ્‌ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

આ બજેટમાં 8 બાબત પર ફોકસ કરવામાં આવ્યું છે. જેમા લોકોની સુખાકારી કઈ રીતે વધે? તે રીતે ફાળવણી કરાઈ છે. અમદાવાદના આ બજેટમાં શહેરને શું-શું નવું મળશે તેના વિશે વિગતવાર જોઈએ તો

ટ્રાફિકની સમસ્યામાં છૂટકારા માટે લેવાયેલા પગલા

  • એલિવેટેડ કોરિડોર: ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે નહેરુનગરથી ઇસ્કોન બ્રિજ સુધી અને બોપલ એસ.પી. રિંગ રોડથી ઘુમા સુધી નવા એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે.
  • રેલવે ઑવર બ્રિજ (ROB) અને અન્ડરપાસ: ફાટક મુક્ત અભિયાન હેઠળ ગેરતપૂર, વટવા, પુનિતનગર, મણિનગર અને સરખેજ ખાતે 5 નવા રેલવે ઓવર બ્રિજ બનશે. આ ઉપરાંત બોપલ અને એરપોર્ટ તરફ જવા માટે નવા અન્ડરપાસનું નિર્માણ થશે. આ સિવાય 3 નવા ફ્લાય ઑવર બ્રિજ પણ બનાવવામાં આવશે.
  • મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ: શહેરના પ્રવેશ દ્વારો જેવા કે અમિયાપુર, કણભા અને બાકરોલ ખાતે 4 નવા મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને આઉટર રિંગ રોડ પર બસ પોર્ટ તૈયાર કરવામાં આવશે.
  • ઈલેક્ટ્રિક બસો: પ્રદૂષણ ઘટાડવા AMTS અને BRTSમાં કુલ 3000 નવી ઈલેક્ટ્રિક બસો સેવામાં મૂકાશે.
  • સ્પોર્ટસ કોમ્પલેક્સઃ 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીના ભાગરૂપે શહેરમાં 6 મોટા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવામાં આવશે. જેમાં ઈ-સ્પોર્ટ્સ એરેના અને VR એમ્યુઝમેન્ટ પાર્ક જેવી સુવિધા હશે.
  • નવા બગીચા અને લેક ડેવલોપમેન્ટઃ શહેરમાં 16 નવા બગીચા (રામોલ, હાથીજણ અને વસ્ત્રાપુર સેન્ટ્રલ પાર્ક સહિત) અને 24 લેક ગાર્ડન વિકસાવવામાં આવશે.
  • વેસ્ટ ટુ વન્ડર પાર્ક: કચરામાંથી કલાના અભિગમ સાથે એક નવો 'વેસ્ટ ટુ વન્ડર પાર્ક' તૈયાર કરવામાં આવશે.
  • સાયન્સ એન્ડ ફ્યુચરિસ્ટિક પાર્ક: નાગરિકો માટે નવીનતમ ટેકનોલોજી આધારિત સાયન્સ પાર્ક બનાવવાનું આયોજન છે.
  • આરોગ્ય અને સામાજિક સુવિધાઓ
  • આવાસ યોજના: શહેરને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા 50,000 થી વધુ એફોર્ડેબલ આવાસ બનાવવામાં આવશે.
  • હેલ્થ સેન્ટર્સ: ચાંદલોડિયા, ઘુમા, સૈજપુર બોઘા અને નરોડામાં 30 બેડની ક્ષમતા ધરાવતા 4 નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) શરૂ થશે.
  • શિક્ષણ અને આંગણવાડી: શહેરમાં 36 નવી શાળાઓ અને 100 નવી આંગણવાડીઓ (50 સ્માર્ટ આંગણવાડી સહિત) બનાવવામાં આવશે.
  • ઓડીટોરીયમ અને કોમ્યુનિટી હોલ: થલતેજ, વાસણા, ચાંદખેડા અને ઠક્કરબાપાનગરમાં 4 નવા ઓડીટોરીયમ અને વિવિધ વોર્ડમાં 9 નવા કોમ્યુનિટી હોલ બનશે.

પર્યાવરણ અને ડિજિટલ પ્રોજેક્ટ્સ

  • વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર: જસપુર અને રાસ્કા ખાતે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને શહેરમાં 15 નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવશે.
  • ડિજિટલ ગવર્નન્સ: શહેરની સુરક્ષા માટે 2300 નવા કેમેરા સાથે 'સેફ એન્ડ સિક્યોર અમદાવાદ 2.0' અને થ્રી-ડી ડિજિટલ ટ્વીન પ્રોજેક્ટ અમલમાં મુકાશે.
  • સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ સિસ્ટમ આખા શહેરમાં નાખવામાં આવશે.

શહેરનું બ્યુટીફિકેશન

  • રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ: સાબરમતી રિવરફ્રન્ટ પર એક્ઝીબિશન કમ કન્વેન્શન સેન્ટર, મ્યુઝિકલ ફાઉન્ટેન અને ટ્રોપિકલ ફોરેસ્ટ બનાવવામાં આવશે.
  • સિટી સ્ક્વેર અને એન્ટ્રી ગેટ: શહેરની આગવી ઓળખ માટે ભવ્ય સિટી સ્ક્વેર અને શહેરના પ્રવેશ માર્ગો પર એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન છે.

આ બાબત પર ભાર મૂકી ફાળવણી કરાઈ

  • સ્ટોર્મ વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફ્લડ પ્રુફ સિટી માટે 453 કરોડની ફાળવણી.
  • મોડલ ફાયર સ્ટેશન અને નવા ફાયર સ્ટેશન માટે 420 કરોડની ફાળવણી. ફાયર સાધનોની ખરીદી માટે 150 કરોડ.
  • એઆઈ આધારિત સ્માર્ટ્સ સ્ટ્રીટ લાઈટ સિસ્ટમ માટે 100 કરોડ.
  • વાયર ફ્રી શહેર માટે 100 કરોડની ફાળવણી.
  • અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2027 માટે 20 કરોડ.
  • 16 નવા બગીચા માટે 45.82 કરોડ.
  • એસજી હાઈવે આઈકોનીક ડેવલપમેન્ટ માટે 600 કરોડ.
  • 8 આઈકોનિક રોડ માટે 250 કરોડ.
  • 100 નવી આંગણવાડી.
  • 5 ઘોડિયાઘર.
  • 50 સ્માર્ટ આંગણવાડી.
  • સિટી એન્ટ્રી ગેટ બનાવવા માટે 50 કરોડની ફાળવણી.